For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા જગનમોહન રેડ્ડી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદ્વાબાદ, 24 સપ્ટેમ્બર: વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇ.એસ. જગનમોહન રેડ્ડી મંગળવારે 16 મહિના પછી જેલમાં છુટ્યા છે. આવક કરતાં વધુ સંપત્તિના મુદ્દે તેમને સોમવારે જામીન મળ્યા હતા. જગનમોહન રેડ્ડી હૈદ્વાબાદની ચંચલગુડા જેલમાંથી મુક્ત થયા છે. સોમવારે જામીન અરજી મંજૂર કરતાં સીબીઆઇની વિશેષ કોર્ટના ન્યાયાધીશ યૂ દુર્ગાપ્રસાદ રાવે જગનમોહનને કોર્ટની પરવાનગી વિના હૈદ્વાબાદની બહાર ન જવાની અને તપાસમાં હસ્તક્ષેપ ન કરવાના આદેશ આપ્યા હતા.

કડપ્પાના સાંસદને સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપોમાં ગત વર્ષે 27 મેના રોજ ધરપકડ કર્યા હતા અને ત્યારથી તે સેન્ટ્રલ જેલમાં બંધ હતા. કેસ 2004થી 2009 વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં જગનમોહનના પિતા વાઇએસ રાજશેખર રેડ્ડીના કાર્યકાળ દરમિયાનના છે જ્યારે કંપનીઓએ પોતાની મળેલી જમીન અને પાણીની ફાળવણી જેવા કથિત ફાયદાના બદલામાં જગનમોહનની કંપનીઓમાં રોકાણ કર્યું.

jaganmohan-reddy-released-from-jail

મુખ્ય તપાસ એજન્સીએ જગનમોહન વિરૂદ્ધ આવક કરતાં વધુ સંપત્તિમાં અત્યાર સુધી 10 આરોપપત્ર દાખલ કર્યા છે. અંતિમ બે આરોપપત્ર 17 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.

English summary
After nearly 16 months, YSR Congress president Y.S. Jaganmohan Reddy Tuesday walked out of a jail to a warm welcome by his supporters. He wanted to become Rajiv Gandhi said Political Expert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X