• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જગન રેડ્ડીએ મોદીને આપી સલાહ, ભાજપમાં લાવે પરિવર્તન

By Kumar Dushyant
|

હૈદ્વાબાદ, 5 ઓક્ટોબર: વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇ એસ જગમોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશના વિભાજના કેન્દ્રના 'એકપક્ષીય' નિર્ણય વિરૂદ્ધ શનિવારે પોતાના ઘરે અનિશ્વિતકાલીન અનશન શરૂ કરી દિધા છે અને કહ્યું છે કે તેમની પાર્ટી કેન્દ્રિય મંત્રીમંડળના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

જગમોહન રેડ્ડીએ આંધ્ર પ્રદેશના રાજકીય પક્ષોને રાજ્યના વિભાજન વિરૂદ્ધ અપીલ કરી છે. જગમોહન રેડ્ડીએ પૂછ્યું છે કે રાજ્ય વિધાનસભાના પ્રવક્તા વિના કેન્દ્ર સરકાર રાજ્યના ભાગલા વિશે કેવી રીતે નિર્ણય કરી શકે.

જગમોહન રેડ્ડીએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવ્યા તો સોનિયા ગાંધીની સૌથી મોટી ભૂલ હશે. જગમોહન રેડ્ડીએ કહ્યું હતું કે આ અલોકતાંત્રિક હશે. સાથે તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પણ સલાહ આપી હતી.

જગમોહન રેડ્ડીએ નરેન્દ્ર મોદીને ભાજપમાં પરિવર્તન લાવવાની સલાહ આપી હતી. જગમોહન રેડ્ડીએ કહ્યું હતું કે આજની પેઢી શાંત અને વિકાસ ઇચ્છે છે. જગમોહન રેડ્ડીએ સલાહ આપતાં કહ્યું હતું કે ભાજપને મુસ્લિમ સમુદાય સુધી પોતાની પહોંચ બનાવવી જોઇએ અને તેને ધર્મનિરપેક્ષ થવું જોઇએ. તેમને કહ્યું હતું કે 'હું બધા રાજકીય પક્ષોને ધર્મનિરપેક્ષ જોવા માંગું છું. હું ઇચ્છું કે ભાજપ પણ પરિવર્તન લાવે. હું ઇચ્છું છું કે નરેન્દ્ર મોદી ભાજપમાં પરિવર્તન લાવે.'

જગમોહન રેડ્ડીએ અહીં 'દીક્ષા' શિબિરમાં કહ્યું હતું કે કેન્દ્રના (આંધ્રપ્રદેશને વિભાજિત કરવાના) નિર્ણયને સુપ્રીમ કોર્ટેમાં પડકાર ફેંકશે. તેમને કહ્યું હતું કે રાજ્યના વિભાજનમાં 'કાયદાકીય સમસ્યાઓ' છે. તેમને આ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું કે છ અઠવાડિયામાં કેન્દ્ર કેવી રીતે સમાધાન શોધી શકે છે.

જગનમોહન રેડ્ડીએ પ્રશ્ન કર્યો હતો કે જે એકપક્ષીય છે રીતે કેન્દ્ર કામ કરી રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. રાજ્ય વિધાનસભામાં પ્રસ્તાવ લાવ્યા વિના કેન્દ્ર સરકાર રાજ્યના વિભાજનની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી રહ્યાં છે.' તેમને કહ્યું કે 'અમે રાજ્યમાં પ્રસ્તાવ થયા વિના વિભાજન વિશે ક્યારેય સાંભળ્યું નથી.'

jagan-modi

કડપ્પાના સાંસદે પૂછ્યું હતું કે જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તક્ષેપ પર (કલંકિત સાંસદો, ધારાસભ્યોને બચાવવા માટે લાવવામાં આવી રહેલો) વટહુકમ પરત લઇ શકાય છે તો કેન્દ્રએ પોતાનો નિર્ણય કેમ બદલવો ન જોઇએ જ્યારે રાજ્યમાં વિભાજનને લઇને કોઇ ખુશ નથી.

આ બીજો અવસર છે જ્યારે જગમોહન રેડ્ડી આ અવસરે અનિશ્વિતકાળના અનશન કરી રહ્યાં છે. ગત મહિને તે ચંચલગુડા જેલમાં અનિશ્વિત ભૂખ હડતાળ પર બેઠ્યા હતા. ત્યાં તે પોતાની વિરૂદ્ધ આવક કરતાં વધુ સંપત્તિના આરોપોમાં વિચારધીન કેદીના રૂપમાં જેલમાં બંધ હતા, પરંતુ પાંચમા દિવસે ઉપવાસ તોડી દિધા હતા.

હવે કેન્દ્રિય મંત્રીમંડળના રાજ્યના વિભાજનને મંજૂરી આપ્યા બાદ તેમને કેન્દ્ર અને કોંગ્રેસ પર બહુસંખ્યક જનતાની ચિંતાઓનું નિરાકરણ કર્યા વિના વિભાજન પ્રક્રિયા પર આગળ વધવાનો દોષારોપણ કરતાં ફરીથી પોતાનું આંદોલન શરૂ કરી દિધું છે. જગમોહન રેડ્ડીને તાજેતરમાં જ જમાનત મળી છે.

હજારો વાઇએસઆરસી કાર્યકર્તા તેમના લોટ્સ પોન્ડ સ્થિત આવાસ પર એકઠા થયા છે. તેમને સવારે સાડા અગિયાર વાગે આંદોલન શરૂ કર્યું હતું. તેમને પોતાના દિવંગત પોતા વાઇએસ રાજશેખર રેડ્ડીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આંદોલન શરૂ કર્યું હતું. પાર્ટી સાંસદ મેકાપતિ રાજમોહન રેડ્ડી અને અન્ય નેતા વિશેષ રીતે તૈયાર દીક્ષા પ્લેટફોર્મ પર તેમની સાથે હતા.

lok-sabha-home

English summary
Urging Narendra Modi to change the BJP, Reddy says this generation wants peace and development. He advises the BJP to reach out to Muslims and be secular. "I want every party to be secular. I want BJP to change. I want Modi to change BJP."

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more