For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પુરીમાં ભવ્ય રથયાત્રા, 19 વર્ષ પછી બદલાશે મૂર્તિઓ

|
Google Oneindia Gujarati News

પુરી, 18 જુલાઇ: દેશભરમાં આજે ઘણા સ્થાનો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાના જગન્નાથ મંદિરમાં શનિવારે સવારે 8 વાગ્યે પૂજા કરવામાં આવી. બપોરે 2.30 વાગે પુરીથી ભવ્ય રથ યાત્રા શરૂ થશે. આ યાત્રામાં સામેલ થવા માટે 50 લાખ લોકો હાજરી આપે તેવી આશા છે.

puri
ઓડિશાની સાથે જ ગુજરાતમાં પણ ભવ્ય જગન્નાથ રથયાત્રા ધૂમધામથી નિકાળવામાં આવે છે. ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. રથયાત્રામાં સૌથી આગળ ભાઇ બલરામનો રથ હોય છે, જેની ઉંચાઇ 44 ફૂટ ઊંચી હોય છે, જેને વાદળી રંગથી સજાવવામાં આવે છે. ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ 43 ફૂટ ઊંચો હોય છે, આ રથને કાળા રંગથી સજાવવામાં આવે છે.

ત્રણે રથોને પુરીના મુખ્ય માર્ગો પર ફરાવવામાં આવે છે. સાંજે આ રથ મંદિરમાં પહોંચે છે અને મૂર્તિઓને મંદિરમાં લઇ જવામાં આવે છે. યાત્રાના બીજા દિવસે ત્રણ મૂર્તિઓને સાત દિવસ સુધી મંદિરમાં રાખવામાં આવે છે અને દર્શન માટે ભક્તોનો જમાવડો રહે છે. ભગવાનના ભોગને પ્રસાદના રૂપમાં ભક્તોમાં વહેંચવામાં આવે છે. સાત દિવસ બાદ યાત્રા પરત ફરે છે. આ રથ યાત્રાને મોટા મોટા દોરડાઓથી ખેંચવામાં આવે છે.

અત્રે જુઓ વીડિયોમાં રથયાત્રાની ઝલક...

English summary
Jagannath Rath Yatra began on Saturday in Puri, about 67 km from state capital Bhubaneshwar. The event is coinciding with the Navakalevar of the 12th century Puri Jagannath temple deities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X