મોદી મંત્રીમંડળ પર મંથન, નડ્ડા બનશે ભાજપના નવા અધ્યક્ષ!
નવી દિલ્હી, 24 મે: 26 મેના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેવાના છે. મોદી સરકારના ગઠનને લઇને માથાપચ્ચી સતત જારી છે. કોને મંત્રી બનાવવામાં આવશે અને કોના હાથ ખાલી રહી જશે. આને લઇને ચર્ચાઓનું બજાર ગરમ છે. મંત્રિમંડળને લઇને છેલ્લા ઘણા દિવસોથી મંથન જારી છે. આજે સવારે પણ મેળ-મેળાપનો દૌર પણ જારી છે.
ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. રાજનાથ ગૃહમંત્રી બન્યા તો આંતરિક સુરક્ષાને ગૃહમંત્રાલયથી અલગ કરવામાં આવી શકે છે. રાજનાથના સ્થાને જેપી નડ્ડાને પાર્ટી અધ્યક્ષ બનાવી શકાય છે. નિતિન ગડકરીને ઉર્જા અથવા નગર વિકાસ જેવા મંત્રાલય મળી શકે છે. સુષમા અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓ અને અનુભવના આધાર પર ટોપ 4 મંત્રાલયોમાં સ્થાન મળી શકે છે.

સૂત્રો અનુસાર શિવસેના સાથે બે કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રી બનાવી શકાય છે. જ્યારે એલજેપીથી એક કેબિનેટમંત્રી, લોકસભા પાર્ટીથી એક રાજ્યમંત્રી, અપના દળથી એક રાજ્યમંત્રી, ટીડીપીથી એક કેબિનેટ અને એક રાજ્યમંત્રી, અકાલી દળથી એક કેબિનેટ અને બે રાજ્યમંત્રી, પીએમકેથી એક રાજ્યમંત્રી, રિપબ્લિકન પાર્ટીથી એક રાજ્યમંત્રી હોઇ શકે છે. પીએ સંગમાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
સૂત્રો અનુસાર ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂ આજે મોદી સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરશે. જોકે એનડીએની દરેક સહયોગી પોતાનો ભાગ ઇચ્છે છે. હાલમાં મંત્રિમંડળને લઇને મોદીનું મંથન જારી છે. તેઓ ભાજપ સંસદીય બોર્ડના દરેક સદસ્યને વ્યક્તિગત રીતે વાત કરી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આવતા 24 કલામાં તેઓ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે આ મામલે વાત કરશે. જોકે એ પાક્કુ છે કે મંત્રિમંડળ પર છેલ્લો નિર્ણય નરેન્દ્ર મોદીએ જ કરવાનો છે.












Click it and Unblock the Notifications
