જેલમાં બેઠેલા નેતાઓ આનંદો! તમે પણ લડી શકશો ચૂંટણી
નવી દિલ્હી, 20 નવેમ્બર: દેશની સર્વોચ્ચ અદાલતે સંસદના જન પ્રતિનિધિત્વ કાનૂનમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. આ સંશોધનમાં જેલમં બંધ નેતાઓ પણ ચૂંટણી લડી શકે તેવી જોગવાઇ છે. લોકસભાએ સપ્ટેમ્બરમાં જન પ્રતિનિધિત્વ(સંશોધન અને માન્યકરણ)બિલ 2013ને લગભગ 15 મિનિટની ચર્ચામાં જ પાસ કરી દીધું હતું.
જન પ્રતિનિધિત્વ સંશોધનને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ જેલમાં બેઠેલા નેતાઓને રાહતનો શ્વાસ મળ્યો છે. બિલમાં જેલમાં બંધ નેતાઓ પણ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે, જ્યાં સુધી કોર્ટ તેમને દોષી ના ઠેરવી દે ત્યાં સુધી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે માત્ર એક વોટર જ ચૂંટણી લડી શકે છે અને પોલીસ કસ્ટડીમાં બંધ વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી હોતો. સર્વોચ્ચ અદાલતે આ વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે સંસદે સપ્ટેમ્બરમાં જનપ્રતિનિધિત્વ કાનૂનની ધારા 62માં સંશોધન કરીને આ વ્યવસ્થાનો ઉમેરો કર્યો હતો કે જેલમાં બંધ વ્યક્તિને પણ ચૂંટણી લડવાનો અધિકાર છે. આ સંશોધન સુપ્રીમ કોર્ટના નિર્ણયની તારીખ 10 જુલાઇ, 2013થી જ પ્રભાવી થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
