જૈશે બદલ્યું પોતાનું નામ, 30 આત્મઘાતી હુમલાખોર તૈયાર કર્યા!

જૈશે બદલ્યું પોતાનું નામ, 30 આત્મઘાતી હુમલાખોર તૈયાર કર્યા!

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાને અંજામ આપનાર પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે હવે ભારત વિરુદ્ધ નવા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી લીધી છે. ઈન્ટેલીજેન્સ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું કે જૈશે હવે પોતાનું નામ બદલીને મજલિસ-વુરાસા-એ-શાહુદા જમ્મુ વા કાશ્મીર કરી લીધું છે. સંગઠને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ પગલું ભર્યું છે. ભારતની કાઉન્ટર ટેરર એજન્સીઓ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

masud azhar

કેંટ પર હુમલા માટે ટીમ તૈયાર

એજન્સીએ જણાવ્યું કે જૈશે માત્ર પોતાનું નામ બદલ્યું છે, જો કે તેની લીડરશિપ અને ટેરરિસ્ટ કેડરમાં કોઈપણ પ્રકારનો બદલાવ થયો નથી. અગાઉ તેને ખુદામ-ઉલ-ઈસ્લામ અને અલ રહમત ટ્રસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. મજલિસ-વુરાસા-એ-શાહુદા જમ્મુ વા કાશ્મીર, જૈશના જ આ બે સંગઠન છે. સંગઠનના નેતા મૌલાના આબિદ મુખ્તારે પહેલા પણ ભારત, અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદની અપીલ કરી દીધી છે. પાકિસ્તાન પર નજર રાખતી એજન્સીઓ તરફથી જણાવવામાં આવ્યું કે જૈશે ભારત પર હુમલો કરવાના ઉદ્દેશ્યથી 30 આત્મઘાતી હુમલાવરોને તૈયાર કરી લીધા છે. આ હુમલાવરો ખાસ કરીને મિલિટ્રી એરિયા અને સુરક્ષાબળોના કાફલા પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

ફરીથી જૈશના ટ્રેનિંગ સેન્ટર સક્રિય થયાં

મસૂદનો નાનો ભાઈ અબ્દુલ રઉફે આ મહિને બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ સેન્ટરને ફરીથી સક્રિય કર્યું છે. આ ઉપરાંત બહાવલપુર અને સિયાલકોટમાં આતંકીઓની ભરતી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવા નામ સાથે સંગઠનને હવે મસૂદ અઝહરનો નાનો ભાઈ મુફ્તી અબ્દુલ રઉફ અશગર લીડ કરી રહ્યો છે. આ વર્ષે જ મે મહિનામાં યૂનાઈટેડ નેશંસ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. હાલ અઝહર ભારે બીમાર હોવાનું કહેવાય રહ્યું છે અને મરકજ ઉસ્માન અલીમાં રહી રહ્યો છે. જૈશ, ભારત જ નહિ બલકે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ પોતાની આતંકી ગતિવિધિઓને અંજામ આપી ચૂક્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X