જેટલીને કિશ્તવાડ જતા અટકાવાયા

arun_jaitley
નવી દિલ્હી, 11 જુલાઇઃ જમ્મૂ સરકારે કિશ્તવાડને રાજકીય નેતાઓની પહોંચથી દૂર કરી દીધું છે, એટલું જ નહીં કાશ્મિર સરકારે હવે જમ્મૂ-કાશ્મિર સ્થાનિક ચેનલો, ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓને બ્લોક કરી દીધા છે. આ વચ્ચે ઘાટીના અનેક શહેરોમાં કર્ફ્યુ પણ લગાવી દીધું છે.

બીજી તરફ કિશ્તવાડમાં સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત વિસ્તારોના પ્રવાસે જઇ રહેલા ભાજપ નેતા અરૂણ જેટલીને જમ્મૂ હવાઇ મથકે રોકી દેવામાં આવ્યા. આ પહેલા મહેબૂબા મુફ્તીને પણ કિશ્તવાડ જતા અટકાવી દેવામાં આવ્યા છે.

ભાજપ નેતા અરૂણ જેટલીએ જમ્મૂ એરપોર્ટ પર રોકવામાં આવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે જેટલીને આ પ્રકારે રોકવા એ અલોકતાંત્રિક છે. બીજી તરફ ભાજપના રાજ્યસભા સાંસદ અવિનાશ રાય ખન્નાને પણ પોલીસે એ સમયે રોક્યા જ્યારે તે આજે સવારે કઠુઆમાં પ્રવેશ કરવાના પ્રયત્નો કરી રહ્યાં હતા. જમ્મૂ-કાશ્મિર ભાજપ અધ્યક્ષ જુગલ કિશોરના નેતૃત્વમાં જેટલીની આગેવાની કરવા આવેલા દળે તેમને રોકવામાં આવતા જમ્મૂ હવાઇ મથકે વિરોધ પ્રદર્શન કર્યો.

બીજી તરફ પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો કે તેમને શ્રીનગરથી તેમના ઘરથી એ સમયે બહાર નિકળતા અટકાવાયા જ્યારે જમ્મૂ ક્ષેત્રના હિંસા પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેવા ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષના નેતા તરકે લોકો પ્રત્યેની મારી કેટલીક જવાબદારી છે. અમે કિશ્તવાડમાં જારી તણાવને શાંત કરવા માટે ત્યાંની મુલાકાત કરવા ઇચ્છતા હતા. અમારી પાર્ટી એક જવાબદાર પાર્ટી છે.

બીજી તરફ જમ્મૂ-કાશ્મિર સરકારે હવે જમ્મૂ કાશ્મિરની સ્થાનિક ચેનલોને બ્લોક કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જમ્મૂ-કાશ્મિરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવ્યા છે. પ્રશાસને રવિવારે જમ્મૂ અને કાશ્મિરના જમ્મૂ અને રાજૌરી કસ્બોમાં સાંપ્રદાયિક હિંસા વધારવાથી રોકવા માટે અનિશ્ચિતકાળ કર્ફ્યુ લગાવી દીધા છે અને સેના તેનાત દીધી છે.

રાજ્યના કઠુઆ, સાંબા, ઉધમપુર, રેયાસી અને કટારામાં કર્ફ્યુ વધારે દેવામાં આવ્યો છે. શુક્રવારે કિશ્તવાદમાં થયેલા દંગા બાદથી અહીં લાગૂ અનિશ્ચિતકાળનો કર્ફ્યુ સતત ત્રીજા દિવસે યથાવત છે. કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે શનિવારે અધિકારીઓએ જમ્મૂ શહેર અને રાજૌરીને પણ કર્ફ્યુ ક્ષેત્રના દાયરામાં લઈ લીધા છે. અમરનાથ યાત્રા પણ હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રવિવારે આરોપ લગાવ્યો છે કે કેટલાક રાજકીય દળો કિશ્તવાદમાં થયેલી હિંસા બાદ સ્થિતિનો ફાયદો ના ઉઠાવે. જે માનવ હિતથી ઉપર પોતાના રાજકીય હિત ધરાવે છે. ઉમરે કહ્યું કે, જમ્મૂ ક્ષેત્રના કિશ્તવાડમાં કોઇપણ રાજકીય પાર્ટીના નેતાઓને ઘુસવા નહીં દેવામાં આવે.

નોંધનીય છે કે, કિશ્તવાડમાં શુક્રવારે ઇદના દિવસે સાંપ્રદાયિક રમખાણમાં ઉપદ્રવીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 20થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. બાદમાં રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ આગચાંપી થઇને અને તણાવ ફેલાયેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X