પહેલી વાર બ્રિટિશ રાજદૂતે જલિયાવાલા બાગમાં આપી શ્રદ્ધાંજલિ, હત્યાકાંડને ગણાવી શરમજનક પળ

બ્રિટિશ રાજદૂત સર ડૉમેનિક એસક્યુઈથે અમૃતસર સ્થિત જલિયાવાલા બાગ મેમોરિયલ પર જઈને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી.

શનિવાર એટલે કે 13 એપ્રિલે જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા થઈ ગયા. આ પ્રસંગે બ્રિટિશ રાજદૂત સર ડૉમેનિક એસક્યુઈથે અમૃતસર સ્થિત જલિયાવાલા બાગ મેમોરિયલ પર જઈને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. આ પહેલી વાર છે જ્યારે બ્રિટનના કોઈ રાજદ્વારીએ આ કાંડના પીડિતો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. હાલમાં જ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ આ ગોળીકાંડ માટે પહેલી વાર સંસદમાં નિંદા કરી છે. 100 વર્ષોના ઈતિહાસમાં આ પહેલી વાર હતુ જ્યારે બ્રિટિશ સરકારના કોઈ પ્રતિનિધિ તરફથી આ કાંડને સાર્વજનિક રીતે શરમજનક ગણાવી દીધુ હતુ.

રાજદ્વારીએ ગોળીકાંડને ગણાવી શરમજનક પળ

રાજદ્વારીએ ગોળીકાંડને ગણાવી શરમજનક પળ

બ્રિટિશ હાઈ કમિશ્નર સર ડૉમિનિકએ અહીં વિઝિટર બુકમાં એક સંદેશ પણ લખ્યો. તેમણે વિઝિટર બુકમાં લખ્યુ, ‘100 વર્ષ પહેલા થયેલો જલિયાવાલા બાગ કાંડ ભારત અને બ્રિટનના ઈતિહાસમાં એક શરમજનક પળછે. અમે આના પર અફસોસ વ્યક્ત કરીએ છીએ. ભારત અને બ્રિટનની ભાગીદારી 21મી સદીમાં આ રીતે આગળ વધતી રહેવી જોઈએ.'

ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી

13 એપ્રિલ 1919 ના રોજ અમુક પ્રદર્શનકારીઓ જેમાં અમુક તીર્થયાત્રી પણ શામેલ હતા. તે બૈસાખીના પ્રસંગે જલિયાવાલા બાગમાં એકઠા થયા હતા. ત્યારે એ જ સમયની બ્રિટિશ આર્મી જેને બ્રિટિશ ઈન્ડિયન આર્મી કહેવામાં આવતી હતી અને જેને કર્નલ રેગિનેલ્ડ ડાયર લીડ કરી રહ્યા હતા, તેણે લોકો પર ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી હતી.

10 મિનિટ સુધી વરસી હતી ગોળીઓ

આ કાંડ બાદ તે સમયે લડાઈમાં શામેલ ભગત સિંહ જેવા તમામ યુવાનો દેશ માટે લડાઈમાં નવુ જૂનુન ભરવાની પ્રેરણા મળી હતી. જનરલ ડાયરના આદેશ પર તેમના સૈનિકોએ ભીડ પર લગભગ 10 મિનિટ સુધી રોકાયા વિના ગોળીઓ વરસાવી હતી. ત્યાં બધા ખુલ્લા દરવાજા હતા જેના દ્વારા લોકો બચીને બહાર જવાની કોશિશ કરી રહ્યા હતા.જે વિરોધ પ્રદર્શન જલિયાવાલા બાગમાં ચાલતુ હતુ તેમાં હિંદુ, સિખ અને મુસલમાન ત્રણે ધર્મોના લોકો શામેલ હતા. જ્યારે જનરલ ડાયરના આદેશ પર ગોળીઓ વરસાવવામાં આવી રહી હતી તે સમયે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે બાગમાં સ્થિત કૂવામાં કૂદી પડ્યા હતા. આ કૂવાને આજે શહીદી કૂવો નામથી ઓળખવામાં આવે છે અને તે આજે પણ બાગમાં હાજર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X