કોરોના ફેલાવનાર જમાતિઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર થવો જોઈએઃ ભાજપના સાંસદ
કોરોના ફેલાવનાર જમાતિઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર થવો જોઈએઃ ભાજપના સાંસદ
પટનાઃ બિહારના મુઝફ્ફરપુરથી સાંસદ અજય નિષાદે નિજામુદ્દીન તબલીગી જમાત મરકજના સભ્યોને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુસ્લિમ મિશનરીના કરોોના વાયરસ ફેલાવનારા તમામ સભ્યો સાથે આતંકવાદીઓ જેમ નિપટવું જોઈએ. ભાજપ સાંસદે કહ્યું કે નિજામુદ્દીન તબલીગી જમાત મરકજના સભ્યોને કારણે જ આજે દેશ આ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

સાંસદ અજય નિષાદે કહ્યું કે મદરેસા માત્ર પંચર કઈ રીતે કરવું તે જ શીખવ છે માટે આજે આ લોકોએ મહામારીને વધુ વિકરાળ બનાવી દીધી છે. ભાજપ સાંસદનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે તેમના વિસ્તારમાંથી કોવિડ 19ના મામલા સામે આવવા લાગ્યા. નિષાદે માંગ કરી કે દેશના વિવિધ ભાગોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર નિજામુદ્દીન તબલીગી જમાત મરકજના સભ્યો સાથે ભારત સરકારે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવો જોઈએ.
સાંસદ અજય નિષાદના હવાલેથી કહેવામાં આવ્યું કે જમાતના સભ્યોને માત્ર પંચર ઠીક કરવા માટે મદરેસામાં પર્યાપ્ત શિક્ષા આપવામાં આવે છે. મદરેસામાં માસૂમ બાળકોને કટ્ટરવાદ ભણાવવામાં આવે છે અને તેમને ખોટી શિક્ષા આપવામાં આવે છે. અજય નિષાદે કહ્યું કે મુઝફ્ફરપુર ગ્રીન ઝોનમાં હતું માટે ત્યાં એકપણ કોવિડ 19નો મામલો નહોતો મળ્યો, પરંતુ બાહરી લોકોના પ્રવેશથી હવે પોઝિટિવ મામલા સામઆવવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
