જમ્મુઃ એરપોર્ટના ટેક્નિકલ એરિયા પાસે વિસ્ફોટથી હડકંપ મચ્યો
જમ્મુ એરપોર્ટ પર વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં વિસ્ફોટ થયો છે, જે બાદ ફોરેંસિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે વિસ્ફોટથી કોઈ પ્રકારનું નુકસાન થયું કે નહી તે સ્પષ્ટ ન
જમ્મુ એરપોર્ટ પર વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં વિસ્ફોટ થયો છે, જે બાદ ફોરેંસિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે વિસ્ફોટથી કોઈ પ્રકારનું નુકસાન થયું કે નહી તે સ્પષ્ટ નથી થઈ શક્યું. ફોરેંસિક ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ આસપાસ હડકંપ મચી ગયો. જ્યારે જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં પોલીસે એક આતંકવાદીની ધરપકડ કરી લીધી છે, જે બાદથી 5 કિલોગ્રામ આઈઈડી જપ્ત થયું છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.

વિસ્ફોટને કારણે કોઈપણ પ્રકારની જાનમાલની હાનીના અહેવાલ નથી મળ્યા, પકડાયેલો આતંકવાદી કયા આતંકી ગ્રુપ સાથે જોડાયેલો છે તે અંગે હજી જાણી શકાયું નથી. વધુ માહિતીનો ઈંતેજાર છે.












Click it and Unblock the Notifications
