J&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર

J&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. કાલે સેનાએ શોપિયામાં 10 કલાક સુધી ચલાવેલા ઓફરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આજે સેના અને આતંકીઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરના બડગામમાં અથડામણ ચાલી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ અથડામણ બડગામના અવંતીપોરામાં ચાલી રહી છે.

સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ

સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ

અગાઉ બુધવારે આતંકવાદીઓએ દક્ષિણી કાશ્મીરના શોપિયાં જલ્લામાં 10 કલાક સુધી ચાલેલી અથડામણમાં 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં ગોળા બારુદ જપ્ત થયો છે. અગાઉ સેનાએ કાશ્મીરના રેબેન અને પિંજોરામાં પણ આતંકીઓ વિરુદ્ધ અભયાન ચલાવી અલગ અલગ અથડામણમાં હિજબુલના 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રાખ્યું છે. પાછલા 5 દિવસમાં ત્રણ અથડામણ થઈ જેમાં કુલ 14 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

5 દિવસમાં 14 આતંકવાદી ઠાર

5 દિવસમાં 14 આતંકવાદી ઠાર

જણાવી દઈએકે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી, જે બાદ જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો અને સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આતંકીઓની ગોળીઓનો જવાબ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ બળના જવાન આપી રહ્યા છે.

9 ઓપરેશનમાં 24 આતંકવાદીઓ ઠાર મરાયા

9 ઓપરેશનમાં 24 આતંકવાદીઓ ઠાર મરાયા

જણાવી દઈએ કે પાછલા કેટલાય દિવસોથી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરનાડીજીપી દિલબાગ સિંહે જાણકારી આપી હતી કે સુરક્ષાબળોએ હાલમા જ પોતાના ઓપરેશનમાં હિજબુલ મુજાહિદ્દીનના 14 આતંકવાદીઓનેઠાર માર્યા. બુધવારે સેનાએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા જ્યારે સોમવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે રવિવારે સુરક્ષાબળે7 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાછલા અઠવાડિયે સેનાએ 9 મોટા ઓપરેશન કર્યાં. આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલ આ ઓપરેશનમાં અત્યાર સુધી 24 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X