જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના રાવાલપોરમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. શોપિયાંના રાવલપોરા વિસ્તારમાં આ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવાર રાતથી અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં હાલ સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. ટીવી રિપોર્ટ મુજબ શોપિયાં જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે શનિવારની સાંજથી અથડામણ શરૂ થઈ ગઈ હતી. કાશ્મીર પોલીસે આ વાતની સૂચના આપી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે સેનાના જવાનોએ બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જેમાંથી એકને સુરક્ષાબળોએ ઠાર માર્યો છે. હાલ સંયુક્ત અભિયાન ચલાવી બાકી આતંકવાદીઓને ઘેરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

કાશ્મીર પોલીસ મુજબ શોપિયાંના રાવલપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી સુરક્ષાબળોને શનિવારે સવારે જ મળી ગઈ હતી. આ કારણે શોપિયાંના રાવલપોરા વિસ્તારમાં શનિવારે સવારેથી જ નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. આ સર્ચ અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો, જે બાદ અથડામણ શરૂ થઈ, જે બાદ સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ શરૂ કર્યું.
શોપિયાંથી હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા સાત લોકોની ધરપકડ
શોપિયાં જિલ્લાથી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતા સાત લોકોની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી પોલીસને વાંધાજનક સામગ્રી અને હથિયાર મળી આવ્યાં છે. આ મામલે પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
