For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બન્યા અલગ કેન્દ્રશાસિત પ્રદેશ

જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારે મોટી ઘોષણા કરી દીધી છે. નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાવાળા આટીકલ 370ને ખતમ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરી દીધો.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારે મોટી ઘોષણા કરી દીધી છે. નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાવાળા આટીકલ 370ને ખતમ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરી દીધો. આ સાથે જ જમ્મુ કાશ્મીરને પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયો છે. એટલુ જ નહિ લદ્દાખ પણ જમ્મુ કાશ્મીરથી અલગ થઈને કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયુ છે. જો કે બંનેની વિધાનસભા એક જ (જમ્મુ કાશ્મીર વિધાનસભા) હશે.

amit shah

લદ્દાખને વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાહ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે લદ્દાખના લોકોની ઘણા સમયથી માંગ રહી છે કે લદ્દાખને કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે જેથી અહીં રહેતા લોકો પોતાના લક્ષ્યો મેળવી શકે. સરકારના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ, 'કાશ્મીરમાં લોકતંત્ર જોખમમાં છે કાશ્મીરમાં શાંતિ જોખમ પર છે. આ લોકતંત્રની હત્યા છે. એક ષડયંત્ર કેન્દ્ર સરકાર કરી રહી છે. કાશ્મીરમાં પર્યટનના સૌથી ઉપયુક્ત સમય પર પર્યટકોને પાછા બોલાવી રહી છે સરકાર.'

શું છે કલમ 370?

જમ્મુ કાશ્મીરનો ભારત સાથે કેવો સંબંધ હશે, તેનો ડ્રાફ્ટ જમ્મુ કાશ્મીરની સરકારે જ નક્કી કર્યો હતો. જમ્મુ કાશ્મીરની બંધારણસભાએ 27 મે, 1949ના રોજ અમુક બદલાવ સહિત આર્ટીકલ 306એ (હવે આર્ટીકલ 370) નો સ્વીકાર કરી લીધો. ત્યારબાદ 17 ઓક્ટોબર, 1949ના રોજ આ આર્ટીકલ ભારતીય બંધારણનો હિસ્સો બની ગયુ.

કલમ 370 મુજબ જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બમણી નાગરિકતા, ઝંડા પણ અલગ છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન ગુનો નથી ગણાતુ. દેશની સુપ્રીમ કોર્ટના બધા આદેશ જમ્મુ કાશ્મીરમાં માન્ય નથી હોતા. સંસદ જમ્મુ કાશ્મીર માટે સીમિત ક્ષેત્રમાં જ કાયદો બનાવી શકે છે.

સંરક્ષણ, વિદેશ, સંચાર છોડીને કેન્દ્રનો કાયદો જમ્મુ કાશ્મીર પર લાગુ નથી થતો. કેન્દ્રનો કાયદો લાગુ કરવા માટે જમ્મુ કાશ્મીર વિધાનસભાથી સંમતિ જરૂરી. નાણાકીય ઈમરજન્સી માટે બંધારણની કલમ 360 જમ્મુ કાશ્મીર પર લાગુ નહિ. કલમ 356 લાગુ નહિ, રાષ્ટ્રપતિ રાજ્યનો બંધારણ બરતરફ ન કરી શકે. કાશ્મીરમાં હિંદુ લઘુમતીઓને 16% અનામત નથી મળતા. જમ્મુ કાશ્મીરમાં 1976નો શહેરી ભૂમિ કાયદો લાગુ નથી થતો. કલમ 370ના કારણે કાશ્મીરમાં RTI અને RTE લાગુ નથી થતુ. જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષ નહિ 6 વર્ષ હોય છે.

આ પણ વાંચોઃ કાશ્મીર નેતાઓની નજરબંધી પર બોલ્યા ચિદમ્બરમ, 'મે પહેલા જ ચેતવ્યા હતા'આ પણ વાંચોઃ કાશ્મીર નેતાઓની નજરબંધી પર બોલ્યા ચિદમ્બરમ, 'મે પહેલા જ ચેતવ્યા હતા'

English summary
Jammu and Kashmir, Ladakh to be Union Territories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X