જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં લશ્કર-એ-તૈયબાના ટેરર મોડ્યુલનો પર્દાફાસ, 4 લોકોની ધરપકડ
J&K પોલીસે અનંતનાગમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે સોમવારે રાજ્ય પોલીસે અનંતનાગ શહેરમાં વિસ્ફોટ કરવા અને યુવાનોને આ
J&K પોલીસે અનંતનાગમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે સોમવારે રાજ્ય પોલીસે અનંતનાગ શહેરમાં વિસ્ફોટ કરવા અને યુવાનોને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરિત કરવા માટે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે જણાવ્યું છેકે પકડાયેલા ચાર આરોપીઓ IED બનાવવામાં નિષ્ણાત છે. તેમની પાસેથી ગ્રેનેડ અને અન્ય હથિયારો મળી આવ્યા છે. ચારેય ભૂગર્ભમાંથી કામ કરી રહ્યા હતા અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ વિસ્તારના યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તાલીમ આપી રહ્યા હતા. તેમણે યુવાનોને લશ્કર-એ-તૈયબા સિવાય હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે પણ પ્રેરિત કર્યા. પોલીસે કહ્યું છે કે તેઓએ તેમની સિસ્ટમોની માહિતીના આધારે આ ધરપકડ કરી છે. તેમને આવા જૂથ વિશે માહિતી મળી હતી, ત્યારબાદ આ ચાર લોકોની છટકું ગોઠવીને ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
