Jammu Kashmir : કાશ્મીરમાં રહસ્યમયી બિમારીથી 17 લોકોના મોત, જાણો લક્ષણો

Jammu Kashmir : જમ્મુ કાશ્મીરમાં એક રહસ્યમય બિમારીને કારણે ખૌફનો માહોલ છે. આ બિમારીની ઝપેટમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે.

સમાચારો અનુસાર, આ રહસ્યમય બિમારીએ કાશ્મીરના 17 લોકોના જીવ લીધા છે. આ મૃતકોમાં 7 બાળકો સામેલ છે. શ્વાસ સંબંધિત આ બિમારીએ લોકોમાં ખૌફનો માહોલ બનાવ્યો છે.

Jammu Kashmir

હાલમાં જ રાજૌરીના ત્રણ ભાઈ-બહેનો બીમાર પડ્યા હતા અને મંગળવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બુધવારે આ તમામના મોત થઈ ગયા.

સરકારે આ બિમારીને અટકાવવા નિયંત્રણના પગલાં શરૂ કર્યા છે. કન્ટેનમેન્ટ ઝોન 1 માં અસરગ્રસ્ત વિસ્તારોને સીલ કરવા અને તબીબી કર્મચારીઓને તૈનાત કરાયા છે. કન્ટેનમેન્ટ ઝોન 2માં સંપર્કમાં આવનારાઓના સ્વાસ્થ્યનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કન્ટેનમેન્ટ ઝોન 3 માં ચેપના વધુ ફેલાવાને રોકવા નજીકના ગામડાઓમાં આરોગ્ય તપાસ શરૂ કરાઈ છે. આ ઝોન પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા અને વધુ કેસ અટકાવવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે.

આ બિમારીનું ચોક્કસ કારણ હજુ પણ જાણી શકાયુ નથી. આના કારણે આરોગ્ય મંત્રાલયની ટીમને સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ટીમને રોગના સ્ત્રોત અને પ્રકૃતિને ઓળખવાનું કામ સોંપવામાં આવ્યું છે જેથી જોખમને અસરકારક રીતે ઘટાડી શકાય.

આ તમામ પ્રયાસો છતાં હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ રોગ કોઈ વાયરસ કે બેક્ટેરિયા સાથે જોડાયેલો છે કે કેમ? અધિકારીઓ શક્ય કારણો ઓળખવા અને જરૂરી સાવચેતીઓ લાગુ કરવા કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X