J&K: શોપિયાંમાં આતંકીઓ સાથે અથડામણ, 2 જવાન શહીદ
જમ્મુ કાશ્મીર: શોપિયાંમાં આતંકી સાથેની અથડામણમાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે જવાન શહીદ થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જમ્મુના શોપિયાંમાં આતંકીઓના ખાત્મા માટે શરૂ થયેલ અભિયાનમાં બંન્ને તરફથી જોરદાર ગોળીબાર થયો હતો. છેલ્લા એક માસથી જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

અભિયાન દરમિયાન અનેકવાર સ્થાનિક લોકો દ્વારા સેના પર પથ્થરમારો કરવામાં આવે છે, જેને કારણે ક્યારેક આતંકીઓને ભાગવામાં સફળતા પણ મળે છે. ત્રાલમાં આતંકવાદી મૂસાને ઘેરવામાં સેના સફળ થઇ હતી, પરંતુ પથ્થરમારાનો લાભ ઉઠાવી તે ભાગી નીકળ્યો હતો.
છેલ્લા 7 મહિનામાં વિવિધ અભિયાનોમાં સેના દ્વારા 125થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. અમરનાથની બસ પર થયેલ હુમલા બાદ આ અભિયાન વધુ ઝડપથી પાર પાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ પાકિસ્તાન તરફથી કરવામાં આવતા હુમલાનો પણ સેના જડબાતોડ જવાબ આપી રહી છે.












Click it and Unblock the Notifications
