For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં બે પ્રવાસી મજૂરોની ગ્રેનેડથી હત્યા, હુમલાખોરોની ધરપકડ

જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોની હત્યા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોની હત્યા કરી દીધી છે. આ બંને મજૂરો ઉત્તર પ્રદેશના કનૌજના રહેવાસી હતી. બંને મજૂરોની ઓળખ કનૌજ જિલ્લાા મુનીષ અહેમદ અને સાગર અલી તરીકે થઈ છે. બંને બિન સ્થાનિક મજૂરોની હરમન વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી છે. આ બંને મજૂરો પર એ વખતે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો જ્યારે એ ટિન શેડમાં સૂઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા શોપિયાંમાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને હવે બહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

jammu kashmir

જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા મંગળવારે શોપિયાંની મુલાકાતે છે, તે પહેલા આતંકવાદીઓ આ ઘટનાને અંજામ આપ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે મંગળવારે વહેલી સવારે એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, 'આતંકવાદીઓએ શોપિયાંના હરમન વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો. જેમાં યુપી કનૌજના બે મજૂરો મનીષ કુમાર અને રામ સાગરના મોત થયા છે. ગ્રેનેડ હુમલામાં બંનેને પહેલા ઈજા થઈ હતી ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મૃત્યુ થયુ હતુ. અમે વિસ્તારને કૉર્ડન કરી લીધો છે.' પોલીસે અન્ય એક ટ્વિટમાં કહ્યુ કે ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ઘટના બાદ અમે વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યુ અને લશ્કર-એ-તૈયબાના હાઈબ્રીડ આતંકવાદી ઈમરાન બશીર ગનીની ધરપકડ કરી. આતંકીની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ તપાસ અને દરોડા ચાલુ છે. શોપિયાંમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે જ્યારે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે. 15 ઓક્ટોબરના રોજ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની ચૌધરી ગુંડમાં તેમના ઘરની નજીક ખૂબ જ નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પૂરણ કૃષ્ણ ભટ્ટ શોપિયાંમાં રહેતા હતા અને તેમણે ક્યારેય સ્થળાંતર કર્યુ ન હતુ.

English summary
Jammu Kashmir: 2 non local labourers killed in grenade attack in Shopian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X