જમ્મુ કાશ્મીરમાં શોપિયાંમાં થયેલા એનકાઉન્ટરમાં 2 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા છે. જમ્મુ કાશ્મીર પોલિસે આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે શોપિયાંના સુગન વિસ્તારમાં આતંકીઓ સાથે એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર હજુ પણ ચાલી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે સેના અને આતંકીઓ વચ્ચે આ એનકાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયુ છે અને 12 કલાકથી આ એનકાઉન્ટર હજુ પણ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના સુગન જેનપોરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મંગળવારે એનકાઉન્ટર શરૂ થઈ ગયુ હતુ. ન્યૂઝ એજન્સી અનુસાર પોલિસના એક પ્રવકતાએ જણાવ્યુ હતુ કે સુરક્ષાબળોએ જૈનપોરા ક્ષેત્રના સુગન ગામમાં એક સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. તેમણે કહ્યુ કે આતંકીઓ દ્વારા સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવ્યા બાદ સર્ચ ઑપરેશન એક એનકાઉન્ટરમાં ફેરવાઈ ગયુ હતુ.
ઉલ્લેખનીય છે કે સુરક્ષાબળોનુ આતંકીઓ સામે ઑપરેશન ચાલુ છે જેના કારણે આતંકીઓ અકળાયેલા છે અને માટે તે સામાન્ય જનતાને નિશાન બનાવી રહ્યા છે. મંગળવારે ગાંદરબલમાં પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા પર હુમલો કર્યો. આ દરમિયાન તેમના બૉડીગાર્ડ શહીદ થઈ ગયા. અંતિમ શ્વાસ લેતા પહેલા તેેણે એક આતંકીને એકલા જ મારી દીધો.












Click it and Unblock the Notifications
