જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2023માં 72 આતંકવાદીઓને માર્યા ઠાર, આતંકી ઘટનાઓમાં 63 ટકાનો થયો ઘટાડો
Jammu Kashmir: છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ આ દરમિયાન ઘણી કડકાઈ બતાવી. ગયા વર્ષે ખીણમાં કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે, સુરક્ષા દળોએ આતંકવાદી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે ઘણા આતંકવાદી સંગઠનોના સક્રિય સભ્યો અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી.
વર્ષ 2023માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ 72 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓમાં 22 સ્થાનિક હતા, જ્યારે 50 આતંકવાદીઓ વિદેશી હતા.

વર્ષ 2023માં CRPFએ સુરક્ષા દળોના સર્ચ ઑપરેશન અને એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓના આંકડા જાહેર કર્યા છે. CRPF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં 2023માં 22 સ્થાનિક આતંકવાદીઓ અને 50 વિદેશી આતંકવાદીઓ સહિત કુલ 72 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
વર્ષ 2022માં, નિષ્પ્રભાવી આતંકવાદીઓની સંખ્યા 187 હતી, જેમાં 130 સ્થાનિક આતંકવાદીઓ અને 57 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર આ આંકડો 4 વધુ છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક આર.આર. સ્વૈને કહ્યું છે કે 2023માં જમ્મુ-કાશ્મીરમાં 55 વિદેશી સહિત 76 આતંકવાદીઓ માર્યા ગયા છે.
DGPએ એક મીડિયા કૉન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતુ કે, ''2023માં 42 ઑપરેશનમાં 55 વિદેશી આતંકવાદીઓ સહિત 76 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત, આતંકવાદીઓ માટે કામ કરતા 291 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 89 આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો."












Click it and Unblock the Notifications
