For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરઃ પુલવામામાં રસ્તાની બાજુએ મળ્યો IED, બૉમ્બ સ્કવૉડે કર્યો ડિફ્યુઝ

શુક્રવારે સુરક્ષાબળોએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઈસ(આઈઈડી) જપ્ત કર્યો.

|
Google Oneindia Gujarati News

જમ્મુઃ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ સામે સેનાનુ ઑપરેશન ઝડપથી ચાલી રહ્યુ છે જેમાં ઘણા મોટા કમાન્ડર માર્યા ગયા. જેના કારણે હવે આતંકવાદીઓએ છૂપાઈને વાર કરવાનુ શરુ કરી દીધુ છે. શુક્રવારે સુરક્ષાબળોએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઈસ(આઈઈડી) જપ્ત કર્યો. જો કે બાદમાં તેને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો.

bomb

માહિતી મુજબ સુરક્ષાબળોની રોડ ઓપનિંગ પાર્ટી શુક્રવારે સવારે પુલવામાના રસ્તાઓની તપાસ કરી રહી હતી. આ દરમિયાન સર્કલ રોડ પર તેમણે એક અજ્ઞાત વસ્તુ જોઈ, જે કાર્બન પેપરમાં લપેટવામાં આવી હતી. સાથે તેમાં અમુક તાર દેખાઈ રહ્યા હતા. આના પર જવાનોએ તરત વિસ્તારને ઘેરીને બૉમ્બ નિરોધક દળને બોલાવ્યા. બાદમાં તપાસ કરવા પર તે શંકાસ્પદ વસ્તુ આઈઈડી નીકળી. તે બાદ તેને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો.

મહિનામાં બીજી ઘટના

આતંકીઓ સામ-સામેની લડાઈમાં હાર્યા બાદથી અકળાયેલા છે. જેના કારણે તે આઈઈડી દ્વારા સુરક્ષાબળોનુ નિશાન બનવવા માંગે છે. 14 એપ્રિલે પુલવામા જિલ્લાના કામરાજપુરાના બાગાતમાં પણ આતંકીઓએ એક આઈઈડી છૂપાવીને રાખ્યો હતો. જેના પર સેનાની 53 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પુલવામા પોલિસે સંયુક્ત ઑપરેશન શરૂ કર્યુ અને આઈડી જપ્ત કરીને તેને ડિફ્યુઝ કરી દીધો.

દેશને ઑક્સિજન સંકટમાંથી બચાવશે રેલવે અને એરફોર્સદેશને ઑક્સિજન સંકટમાંથી બચાવશે રેલવે અને એરફોર્સ

ત્રાલમાં આતંકી છાવણીઓ ધ્વસ્ત

વળી, બે દિવસ પહેલા સેના, પોલિસ અને સીઆરપીએફે હિઝબુલના ગઢ ત્રાલમાં એક ઑપરેશન શરૂ કર્યુ હતુ. આ દરમિયાન કમલા વન વિસ્તારમાં સુરક્ષાબળોના હાથે એક આતંકી છાવણી લાગી. જેમાં ઘણી વાંધાજનક સામગ્રીઓ જપ્ત થઈ. જેને નષ્ટ કરીને પોલિસે બધા સામાન જપ્ત કરી લીધો. સાથે જ અજ્ઞાત લોકો સામે એફઆઈઆર નોંધાવીને તપાસ શરૂ કરી દીધી છે.

English summary
Jammu Kashmir: Bomd squad neutralized improvised explosive device in Pulwama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X