J&K Election: ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત સામેલ છે આ દિગ્ગજોના નામ
Jammu and Kashmir Assembly Election 2024 BJP Campaigners: ભાજપે 25 સપ્ટેમ્બરે યોજાનારી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર અને જી કિશન રેડ્ડી પણ આ તબક્કામાં પ્રચાર કરશે. આ સિવાય હિમાચલ પ્રદેશના વિપક્ષના નેતા જયરામ ઠાકુરનું નામ પણ યાદીમાં છે.

વળી, કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને સાંસદ અનુરાગ ઠાકુર પણ આ તબક્કામાં પ્રચાર કરશે. ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની પણ સામેલ છે.
ગૃહમંત્રી અમિત શાહ 6 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાહ શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ જમ્મુ પહોંચશે અને શહેરમાં ભાજપના મીડિયા સેન્ટરમાં મેનિફેસ્ટોનું અનાવરણ કરશે.
તેમની મુલાકાત દરમિયાન શાહ રાજ્ય ભાજપ એકમના કોર ગ્રૂપને મળશે અને ચૂંટણી તૈયારીઓ અને પાયાના સ્તરની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે. જમ્મુમાં તેમના બીજા દિવસે તેઓ સફળ ચૂંટણી પ્રચાર સુનિશ્ચિત કરવા પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરશે.
18 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો મેદાનમાં રહેશે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1લી ઓક્ટોબરે યોજાશે. 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.












Click it and Unblock the Notifications
