Jammu kashmir election : ત્રીજા ચરણમાં જમ્મુ કાશ્મીરમાં કેટલુ મતદાન થયુ? વિગતવાર જાણો તમામ આંકડા
Jammu Kashmir Assembly Election 2024 : જમ્મુ કાશ્મીર ચૂંટણીના અંતિમ ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે. 40 સીટો પર યોજાયેલા મતદાન દરમિયાન લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
આજના મતદાન સાથે કાશ્મીરની તમામ સીટો પર મતદાન પુર્ણ થઈ ગયુ છે. હવે હરિયાણા સાથે ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાની સીટો પર ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન થયુ છે. ઉધમપુરમાં સૌથી વધુ 72.91 ટકા મતદાન નોંધાયું તો બારામુલ્લામાં સૌથી ઓછુ 55.73 ટકા મતદાન નોંધાયુ. જો કે ચૂંટણી પંચ દ્વારા હજુ અંતિમ આંકડા જાહેર કરવાના બાકી છે.
લેટેસ્ટ આંકડા અનુસાર, જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં સાત જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી 65.48% મતદાન નોંધાયુ. ત્રીજા તબક્કામાં અગાઉના બે તબક્કા કરતાં વધુ મતદાન જોવા મળ્યું છે. પ્રથમ તબક્કામાં સાત જિલ્લાઓમાં 61.38% મતદાન નોંધાયું હતું. જ્યારે બીજા તબક્કામાં 57.31% મતદાન નોંધાયું હતું.
ક્યાં કેટલુ મતદાન?
બાંદીપોર - 63.33%
બારામુલ્લા - 55.73%
જમ્મુ - 66.79%
કઠુઆ - 70.53%
કુપવાડા - 62.76%
સામ્બા - 72.41%
ઉધમપુર - 72.91%












Click it and Unblock the Notifications
