જમ્મુ-કાશ્મીરઃ બડગામ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઑપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં આજે શનિવારે(7 ઓગસ્ટ) સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.
બડગામઃ જમ્મુ-કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં આજે શનિવારે(7 ઓગસ્ટ) સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો છે. મૃતક આતંકવાદી પાસેથી એકે-47 અને પિસ્ટલ જેવા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલિસે અથડામણની પુષ્ટિ કરલી છે અને માહિતી આપીને કહ્યુ છે કે બડગામ મોચવા વિસ્તારમાં એનકાઉન્ટર ચાલુ છે, પોલિસ અને સુરક્ષાબળોના વિસ્ચારમાં સર્ચ ઑપરેશન ચાલુ છે. આ માહિતીની થોડી વાર પછી પોલિસે સૂચના આપી કે અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે.

કાશ્મીર ઝોન પોલિસના જણાવ્યા મુજબ બડગામ મોરચા વિસ્તારમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકીની હાલમાં ઓળખ થઈ શકી નથી. આતંકી પાસે એકે-47 અને એક પિસ્ટલ જપ્ત કરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે પણ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. રાજૌરીમાં આ અથડામણ થાનામંડીના જંગલોમાં થઈ હતી. વળી, મંગળવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરો જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક આતંકીને ઠાર મરાયો હતો.
બાંદીપોરાના ચંદાજી વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા બાદ ત્યાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતુ. સૂત્રોની માહિતી સાચી નીકળી અને સુરક્ષાબળોને જોતા જ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભત્રીજા અને 2019ના પુલવામા હુમલાની યોજનામાં શામેલ બે પાકિસ્તાની આતંકવાદી હુમલામાં એક અથડામણમાં સુરક્ષાબળોએ ઠાર માર્યા હતા. કાશ્મીરના પોલિસ મહાનિરીક્ષક(IGP) વિજય કુમારે મંગળવારે ટૉપ 10 આતંકવાદીઓની એક યાદી જાહેર કરી હતી જે જમ્મુ કાશઅમીર પોલિસના નિશાના પર છે.












Click it and Unblock the Notifications
