For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીર સ્થિત પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ કાશ્મીર સ્થિત પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ત્રણેના શબ મેળવી લેવાયા છે. હાલમાં એનકાઉન્ટરના સ્થળને ઘેરી લેવામાં આવ્યુ છે. આતંકી છાવણી બનેલા મકાનને સુરક્ષાબળોએ ઉડાવી દીધુ છે. વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સુરક્ષાબળોએ રવિવારે પુલવામાના પિંગલિશ ગામમાં આતંકીઓનું એક દળ છૂપાયુ હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાના 42 રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલિસની એસઓદી અને કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળના જવાનોએ અહીં આતંકીઓની શોધમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યુ.

indian army

સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી. ઘણી વાર સુધી ગોળીબાર થતો રહ્યો. ત્યારબાદ જે ઘરમાં આતંકી છૂપાયા હતા તેને સુરક્ષાબળોએ ઉડાવી દીધુ. પહેલા બે શબ મળ્યા ત્યારબાદ સાવચેતીથી સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ. થોડી વાર બાદ કાટમાળમાં વધુ એક શબ મળ્યુ. ત્રણે આતંકી કયા સંગઠનના છે એ વિશે જાણવા મળ્યુ નથી. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

આ પહેલા શનિવારે પણ જમ્મુના કર્ણી સેક્ટરમાં ગોળી વાગવાથી એક પોલિસ અધિકારી (એસઓપી) ઘાયલ થઈ ગયા હતા. એસઓપી નજીકની હોસ્પિટલમાં ભરતી કરાયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે એક તરફ જ્યાં ભારતીય પાયલટ અભિનંદન વર્તમાનની મુક્તિ બાદ પાકિસ્તાન પોતાને શાંતિનો દૂત ગણાવી રહ્યુ છે. ત્યાં બીજી તરફ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં તેની તરફની સીમા પર સતત સીઝફાયર તોડી રહ્યુ છે.

આ પણ વાંચોઃ જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં થશે લોકસભા ચૂંટણીઆ પણ વાંચોઃ જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં થશે લોકસભા ચૂંટણી

English summary
Jammu-Kashmir: Encounter in Tral's Pinglish village, Three terrorists eliminated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X