Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં બીજેપીની સરકાર? જાણો આજતક-સી વોટરના એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં બીજેપી માટે સારા સંકેત છે. સામે આવી રહેલા એક્ઝિટ પોલના આંકડા પર વિશ્વાસ કરીએ તો કાશ્મીરમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની શકે છે.
આજતક સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, જમ્મુ ક્ષેત્રમાં બીજેપીને સૌથી વધુ 41.3 ટકા મત મળી શકે છે. આ સિવાય કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રન્સ ગઠબંધનને 36.4 ટકા મત મળી શકે છે.

સીટોની વાત કરીએ તો જમ્મુ ક્ષેત્રમાં બીજેપીને 43 સીટોમાંથી 27 થી 31 સીટો મળી શકે છે. આ સિવાય નેશનલ કોન્ફ્રન્સ-કોંગ્રેસ ગઠબંધનને 11 થી 15 અને પીડીપીને 0 થી 2 સીટો મળી શકે છે. આ સિવાય 1 સીટ અન્યના ખાતામાં જઈ શકે છે.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ છે અને કલમ 370 હટાવ્યા બાદ આ પહેલી ચૂંટણી છે. આ ચૂંટણીના પરિણામો જમ્મુ કાશ્મીરના વિકાસની દશા અને દિશા નક્કી કરશે.












Click it and Unblock the Notifications
