Jammu kashmir Exit Poll : કાશ્મીરની આ સીટો નક્કી કરશે સરકાર કોની બનશે? જાણો લિસ્ટમાં કયા કયા નામ?
Jammu kashmir Exit Poll 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ પરિણામ પહેલા એક્ઝિટ પોલે બીજેપીને મોટો ઝટકો આપ્યો છે.
એક્ઝિટ પોલના પરિણામો બાદ કાશ્મીરમાં સરકાર બનાવવા વિવિધ પાર્ટીઓએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે કાશ્મીરની કેટલીક સીટો એવી છે જે સરકારની દિશા નક્કી કરશે.

એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન સૌથી વધુ સીટો જીતી શકે છે. આ પછી બીજેપી બીજા નંબરે રહેશે. પીડીપી 10 આસપાસ અને અપક્ષોના ખાતામાં પણ એટલી જ સીટો જઈ શકે છે.
એક્ઝિટ પોલમાં 10 એવી સીટોનો ઉલ્લેખ થયો છે જ્યાં નજીકની હરીફાઈ થઈ શકે છે. આ 10 બેઠકો કાશ્મીર ઘાટીની છે
જમ્મુમાં 43 સીટો પર ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે તેવું પોલ ઓફ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાચી રમત કાશ્મીર ઘાટીની 47 સીટો પર છે. જ્યાં સી-વોટર (આજ તક) એક્ઝિટ પોલે NC+કોંગ્રેસને 29 થી 33 બેઠકો આપી છે. બાકીની એજન્સીઓએ પણ 30 બેઠકોનો અંદાજ લગાવ્યો છે.
અહીં પીડીપીને 5-6 અને ભાજપને 0થી 1 બેઠકો આપવામાં આવી રહી છે. અપક્ષોને 6થી 11 બેઠકો મળવાની ધારણા છે. પરંતુ ખીણમાં 10 વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં કાંટાની ટક્કર છે.
એક્ઝિટ પોલના અંદાજ મુજબ, આ 10 બેઠકો પર નેશનલ કોન્ફરન્સને મજબૂત પડકારનો સામનો કરવો પડી શકે છે. જો આ 10 પરિણામો નેશનલ કોન્ફરન્સની તરફેણમાં આવે તો તે બહુમત સાથે સરળતાથી સરકાર બનાવી શકે છે.
પરંતુ જો તેનાથી વિપરીત NC આ 10 સીટો હારી જાય તો કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે. જ્યાં ભાજપની સરકાર બનાવવાની શક્યતાઓ વધી જશે.
નેશનલ કોન્ફરન્સ આ 10 સીટો હારે છે તો તે ઘટીને 30 થી 38 સીટો પર આવી જશે. ભાજપ જમ્મુમાં 43માંથી 28થી 30 સીટો પર જીત મેળવી શકે છે. જો ખીણની આ 10 બેઠકો અપક્ષો અને અન્યના ફાળે જાય તો બીજેપી માટે મોકો સર્જાઈ શકે છે.
ઘાટીમાં અન્યોની જીતનો આંકડો પહેલેથી જ 7 થી 12 છે, આનાથી ભાજપને સરકાર બનાવવામાં મદદ મળી શકે છે. પરંતુ જો નેશનલ કોન્ફરન્સ 10 સીટો જીતે છે તો તે સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જશે.












Click it and Unblock the Notifications
