Jammu Kashmir Exit Polls 2024 : કાશ્મીરમાં સરકાર બનાવવા બીજેપીનો પ્લાન B, જાણો શું છે નવી રણનીતિ?
Jammu Kashmir Exit Polls 2024 : જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી હારી રહી હોવાનો ખુલાસો એક્ઝિટ પોલમાં થયો છે. આ એક્ઝિટ પોલ બાદ બીજેપીએ સરકાર બનાવવા નવા હથકંડા અપનાવવાનું શરૂ કરી દીધુ છે.
જોડતોડની રાજનીતિ કરીને સરકાર બનાવી લેતી બીજેપીને હરિચાણા અને કાશ્મીરના લોકો બહારનો રસ્તો દેખાડી રહ્યાં હોય તેવા આંકડા વચ્ચે બીજેપીએ સરકાર બનાવવા નવી રણનીતિ પર કામ શરૂ કર્યુ છે.

સામે આવેલા એક્ઝિટ પોલમાં જમ્મુ કાશ્મીરમાં બીજેપી બહુમતથી બહુ દુર છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હવે કોઈપણ મોટી પાર્ટી બીજેપીને ટેકો આપે તેવી સ્થિતી નથી.
આ સ્થિતી વચ્ચે અહેવાલો છે કે બીજેપીએ રાજ્યમાં એવા સંભવિત ધારાસભ્યોનો સંપર્ક શરૂ કર્યો છે જે બીજેપીને સરકાર બનાવવામાં સાથ આપી શકે છે.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, એક્ઝિટ પોલ બાદ બીજેપીએ અપક્ષો અને પ્રાદેશિક પક્ષો પાસેથી સમર્થન મેળવવા ચર્ચા શરૂ કરી છે. માનવામાં આવે છે કે ભાજપે ચૂંટણી દરમિયાન કેટલાક અપક્ષોને આડકતરી રીતે ઘણી મદદ કરી છે.
એક્ઝિટ પોલ બાદ પાર્ટી મહાસચિવ અને જમ્મુ અને કાશ્મીર પ્રભારી તરુણ ચુગે કહ્યું કે, એક્ઝિટ પોલમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના દર્શાવવામાં આવી છે, આ અંદાજ વાસ્તવિક ચૂંટણી પરિણામોમાં આગળ વધશે અમે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવીશું.
જો ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે તો તે પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલી રણનીતિ અનુસાર જ થશે. આ કારણોસર આ ચૂંટણીમાં સીટોમાં વધારો થવા છતાં પાર્ટી માત્ર 62 ઉમેદવારો સાથે ચૂંટણી લડી રહી છે, જ્યારે 2014 માં તેણે 75 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.












Click it and Unblock the Notifications
