For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LOC પર ગોળીબારીનો જોરદાર જવાબ, પાકિસ્તાનનો એક સૈનિક ઠાર

ભારતીય સેનાએ પાકિસ્તાન સૈન્ય દ્વારા લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સતત ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનાએ પાકિસ્તાન સૈન્ય દ્વારા લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સતત ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાન આર્મી દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી ચાલુ ફાયરિંગમાં તેના એક સૈનિકનું મોત નીપજ્યું છે. એલઓસી નજીક પાકિસ્તાન આર્મી દ્વારા પૂંછ જિલ્લાના ઘણા ગામોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન આર્મી તરફથી પૂંછના મેંદર અને બાલાકોટ સેક્ટરમાં ફાયરિંગ ચાલુ છે.

Jammu Kashmir

સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકશાન

બુધવારે, ભારતીય સેનાએ કૃષ્ણઘાટીમાં પાક સૈન્યની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. પાક આર્મી દ્વારા ચાલુ ગોળીબારને કારણે અહીં સ્થાયી થયેલા નાગરિકોમાં ભારે ભયનો માહોલ છે. સૈન્યની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન આર્મીની ત્રણ પોસ્ટને પણ મોટું નુકસાન થયું છે. ગુરુવારે પાકિસ્તાન સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એલઓસી પર ભારત વતી કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 5 ઓગસ્ટથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નવા સ્તરે પહોંચ્યો છે. આ દિવસે ભારતે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 નાબૂદ કરવાની અને રાજ્યને અપાયેલી વિશેષ દરજ્જો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આર્ટિકલ 370 હટ્યા બાદ દેશ કરતા વિદેશી ટૂરિસ્ટ કાશ્મીરમાં વધારે આવી રહ્યા છે

English summary
Jammu Kashmir: Pakistan army's one soldier killed in Indian Army retaliation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X