જમ્મુ કાશ્મીર: પાકિસ્તાની સેનાએ રાજૌરીમાં ફાયરિંગ કરી
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક નવા સ્તરે પહોંચી ચુક્યો છે.
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક નવા સ્તરે પહોંચી ચુક્યો છે. લેટેસ્ટ જાણકારી અનુસાર પાકિસ્તાની સેના ઘ્વારા એલઓસી પર ભારતીય ચોકીઓ પર સતત ફાયરિંગ ચાલુ છે. જયારે ભારતીય સેના પણ પાકિસ્તાનીઓને જોરદાર જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેનાએ રાજૌરીમાં નૌશેરમાં કેટલીક પોસ્ટને નિશાનો બનાવી છે.

આપને જણાવી દઈએ કે અહીં શનિવારે એક આઈઈડી બ્લાસ્ટ થયો હતો, જેમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થયા હતા. પાકિસ્તાન તરફથી મંગળવાર સાંજથી જ ફાયરિંગ ચાલુ છે. સાંજે લગભગ 6.40 પર પાકિસ્તાન સેનાએ રાજોરીના નૌશેરા સેક્ટર હેઠળ આવતા નમ્બ અને શેર માંકરી વિસ્તારમાં ગોળીબારી કરી. આપને જણાવી દઈએ કે ભારત ઘ્વારા પાકિસ્તાનને પુલવામાં હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો: પુલવામાઃ જૂઠ્ઠા છે પાક પીએમ ઈમરાન, હુમલા પહેલા પેશાવરમાં મસૂદે કરી હતી રેલી












Click it and Unblock the Notifications
