Jammu-Kashmir: ચીની હથિયાર સાથે આતંકી પકડાયો, પોલિસકર્મીઓ પર હુમલાના ઈરાદા પર પાણી

જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને એક આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને એક આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ કોટી ડોડા વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે. ANIના અહેવાલ મુજબ ડોડામાં પકડાયેલા આતંકવાદી પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝીન, 14 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આતંકી પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યુ કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

terrorist

પોલિસકર્મીઓ પર હુમલાનુ ષડયંત્ર?

ડોડામાં આતંકવાદીની ધરપકડ અંગે ગ્રેટર કાશ્મીરડૉટકોમના અહેવાલમાં પોલીસ પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આતંકવાદી સરહદ પાર રહેતા આતંકવાદી કમાન્ડરોના સંપર્કમાં હતો. આ સમાચારમાં કહેવામાં આવ્યુ છે કે ધરપકડ કરાયેલા આતંકીની ઓળખ ફરીદ અહેમદ તરીકે થઈ છે. ફરીદ જમ્મુ-કાશ્મીરમાં પોલીસકર્મીઓને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ડોડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

સબ ઈન્સ્પેક્ટરનો હત્યારો ઠાર

આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. 21 જૂને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક સબ ઈન્સ્પેક્ટરની હત્યામાં શામેલ હતો. એન્કાઉન્ટર અંગે એસએસપી જેલાની વાનીએ જણાવ્યુ હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઈન્સ્પેક્ટર ફારુક અહેમદ મીરની હત્યા કરનાર આતંકવાદી માજિદ પમ્પોર વિસ્તારનો રહેવાસી હતો.

એનકાઉન્ટરમાં જૈશ આતંકીનો સફાયો

એન્કાઉન્ટર બાદ મળેલી સફળતા અંગે એસએસપી જેલાની વાનીએ જણાવ્યુ હતુ કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો આતંકી માજિદ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. 18 જૂને સબ ઈન્સ્પેક્ટરની હત્યા કરવામાં આવી હતી. તેમની વિકૃત લાશ ખેતરમાંથી મળી આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X