For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈદના દિવસે પણ પાકિસ્તાનની ફાયરિંગ ચાલુ, 1 જવાન શહીદ

આજે ઈદ છે અને આજે પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતુ નથી. આજે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયો.

|
Google Oneindia Gujarati News

આજે ઈદ છે અને આજે પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતુ નથી. આજે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયો. પાકિસ્તાન દ્વારા આ ફાયરિંગ જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કરવામાં આવી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

jawan

પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલી ફાયરિંગના કારણે આ વર્ષે બીએસએફ જવાનો અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે ઈદની મિઠાઈનું આદાનપ્રદાન કરવામાં આવ્યુ નથી. દર વર્ષે ભારત અને પાકિસ્તાન સેનાના જવાન અટારી-બાઘા બોર્ડર પર એકબીજાને મિઠાઈ આપે છે.

પાકિસ્તાનની ફાયરિંગમાં શનિવારે શહીદ થયેલા જવાનનું નામ બિકાસ ગુરુંગ છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે રમજાનના પવિત્ર મહિનામાં આતંકીઓ સામે ચલાવાતા સૈન્ય અભિયાનને રદ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે ત્યારબાદ પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ બંધ થયુ નહોતુ.

English summary
Jammu & Kashmir: Sepoy Bikas Gurung lost his life ceasefire violation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X