જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટર, એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેશવા વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેશવા વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ કે ગઈ રાતે આતંકીઓની ગતિવિધિની માહિતી મળી હતી. અનાયત અશરફ ડાર કે જે કેશવામાં ડ્રગ્ઝની તસ્કરી કરે છે તેણે સામાન્ય નાગરિક પર ગોળી ચલાવી દીધી જેના કારણે તે ઘાયલ થઈ ગયો. અમને સૂત્રો પાસે ઈનપુટ મળ્યા ત્યારબાદ ગામમાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ અને આખા વિસ્તારને ખાલી કરી લેવામાં આવ્યુ. પોલિસે જણાવ્યુ કે આતંકીને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યુ અને તેનો પૂરો મોકો આપવામાં આવ્યો પરંતુ તેમછતાં જ્યારે તેણે આત્મસમર્પણ ન કર્યુ તો તેને ઠાર મારવામાં આવ્યો. આતંકી પાસેથી એક હથિયાર અને કારતૂસ વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઘાયલ નાગરિકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

જમ્મુ કાશ્મીરના પોલિસ પ્રવકતાએ જણાવ્યુ કે આતંકી અનાયત ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરત હતો અને શોપિયાંના કેશવા ડ્ર્ગ્ઝ રેકેટમાં પણ શામેલ હતો. સૂત્રોના ઈનપુટ બાદ કેશવા ગામમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન લૉન્ચ કરવામાં આવ્યુ. જમ્મુ કાશ્મીર પોલિસે વધુમાં જણાવ્યુ કે ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે ઈનપુટ પર જમ્મુ કાશ્મીર પોલિસ, સેના અને સીઆરપીએફે સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઑપરેશન કર્યુ હતુ. ઘેરાબંધી બાદ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ સર્ચ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષાબળોએ તેનો જવાબ આપ્યો અને અથડામણ શરૂ થઈ ગઈ. પોલિસ સૂત્રોએ કહ્યુ કે બે થી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની સંભાવના છે. જોકે ઑપરેશન ખતમ થયા બાદ વાસ્તવિક સંખ્યા જણાવી શકાય છે. વિસ્તારમાં હજુ પણ ઑપરેશન ચાલુ છે.












Click it and Unblock the Notifications
