હાર્દિકના રાજદ્રોહ કેસનો મુખ્ય સાક્ષી ખસ્યો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિકના રાજદ્રોહ કેસનો મુખ્ય સાક્ષી ખસ્યો

હાર્દિકના રાજદ્રોહ કેસનો મુખ્ય સાક્ષી ખસ્યો

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહ કેસના મુખ્ય સાક્ષી નરેન્દ્ર ગઢવી ખસી ગયા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે મહિના દરમિયાન એસપીજીના લાલજી પટેલ, વરુણ પટેલને અન્ય નેતાઓ દ્વારા આંદોલનની ખરી વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ કરાયો હતો. મેં પણ પાટીદાર સમાજનો સર્વે કર્યો છે. અને અંતે વાસ્વવિકતા જાણીને મેં આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આમ કરતા હાર્દિક પટેલનો કેસ જરૂરથી નબળો થશે તે વાત પાક્કી છે.

શર્મ આવી જોઇએ તમને પીએમ નરેન્દ્ર મોદી: મલ્લિકા સારાભાઇ

શર્મ આવી જોઇએ તમને પીએમ નરેન્દ્ર મોદી: મલ્લિકા સારાભાઇ

જાણીતી ડાન્સર મલ્લિકા સારાભાઇએ તેમની માતા મૃણાલીની સારાભાઇના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઇ શોકસંદેશ ના લખાવાના કારણે ફેસબુક પર પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે "કેમ પીએ મોદી, તમે તો ગુજરાતના છો, તો તમારી કોઇ ફરજ નથી થતી કે મારી માં મૃણાલીનીના નિધન પર તમે બે શબ્દ કહો. આ માટે જ હું તમારી રાજનીતિથી નફરત કરું છું. શું તમને નથી લાગતું કે મૃણાલિની સારાભાઇએ 60 વર્ષ સુધી પોતાના દેશના કલ્ચર વિકાસ માટે કંઇ નથી કર્યું. પણ તેમના નિધન પર તમારી આ શાંતિ તમારી નીચી સોચને બતાવે છે. ભલે તમે મને પસંદ ના કરતા હોવ પણ મારી માં માટે તો બે શબ્દ કહેવા હતા તમારે, શર્મ આવી જોઇએ તમને."

મોદીના ચાલુ ભાષણે વિદ્યાર્થીઓએ કહ્યું

મોદીના ચાલુ ભાષણે વિદ્યાર્થીઓએ કહ્યું "મોદી મુર્દાબાદ"

લખનઉમાં શુક્રવારે જ્યારે ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીક્ષાન્ત સમારોહને સંબોધિત કરવા ઊઠ્યા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા "નરેન્દ્ર મોદી મુર્દાબાદ"ના નારા લાગતા સુરક્ષાકર્મીઓ આ વિદ્યાર્થીઓને બહાર લઇ ગયા. સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ હૈદરાબાદમાં દલિત છાત્ર રોહિત વેમૂલાની આત્મહત્યાનો વિરોધ કરવા માટે આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આવા સુત્રોચ્ચાર કર્યા હતા તેવું મનાય છે.

પઠાણકોટમાં ગૂમ થઇ ટેક્સી, દિલ્હીમાં હાઇ એલર્ટ

પઠાણકોટમાં ગૂમ થઇ ટેક્સી, દિલ્હીમાં હાઇ એલર્ટ

પઠાણકોટમાં ભાડે લીઘેલી અલ્ટો ટેક્સીના ડ્રાઇવરનો મૃતદેહ હિમાચલમાંથી મળતા અને કાર ગાયબ થઇ જતા દિલ્હી પોલિસને સતર્ક કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસ પર હુમલાની આશંકાના કારણે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

દેશને મળી સૌથી આધુનિક મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ

દેશને મળી સૌથી આધુનિક મહામના સુપરફાસ્ટ એક્સપ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાર વારાણસી પહોંચીને મહામના એક્સપ્રેસને લીલી ઝંડી આપી રવાના કરી. આ ટ્રેન વારાણસીથી લખનઉ થઇ દિલ્હી પહોંચશે. માત્ર 13 કલાકમાં જ વારાણસીથી દિલ્હીનો સફર પૂરતી આ ટ્રેનને આત્યાધિનુક સગવડોથી સજ્જ કરવામાં આવી છે. વળી કચરાપેટીની લઇને કોચના ટાયલેટ પણ બાયો ટોટલેટ છે. આ ટ્રેનનું નામ બનારસ હિંદૂ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક મહામના મદન મોહન માલવીયના નામ પરથી રાખવામાં આવ્યું છે.

વલસાડમાં લગ્ન દરમિયાન થઇ 33 લાખની ચોરી

વલસાડમાં લગ્ન દરમિયાન થઇ 33 લાખની ચોરી

વલસાડના કોલેજ કેમ્પસ અને કન્ટ્રી કલ્બમાં યોજવામાં આવેલા લગ્નના મંડપમાંથી 33 લાખની ચોરી થઇ હોવાની વાત બહાર આવી છે. કોલેજ કેમ્પસના લગ્નમાંથી 23 હજાર અને કન્ટ્રી કલબના એનઆરઆઇ લગ્નમાંથી 33 લાખની ચોરી નાના બાળકોની ગેંગ દ્વારા કરવામાં આવી હોય તેવું પ્રથમ તપાસમાં બહાર આવ્યું છે.

કોંગ્રેસ: નેતાજીથી જોડાયેલા દસ્તાવેજ સરકાર જલ્દી જ સાવર્જનિક કરે

કોંગ્રેસ: નેતાજીથી જોડાયેલા દસ્તાવેજ સરકાર જલ્દી જ સાવર્જનિક કરે

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ગોપનીય ડોક્યૂમેન્ટ કેન્દ્ર સરકાર તેમની જયંતી નિમિત્તે એટલે કે 23 જાન્યુઆરીએ સાર્વજનિક કરવાની છે. જેને કોંગ્રેસે નાટક જણાવીને કહ્યું છે જો કેન્દ્ર સરકાર નેતાજીના દસ્તાવેજોને સાર્વજનિક કરવા ઇચ્છતી જ હતી તો પાછલા 2 વર્ષોથી તેણે કેમ ના કર્યા. નોંધનીય છે કે આમાં 18 ઓગસ્ટ 1945માં નેતાજીના ગુમ થયાની ખબર છે.

મુંબઇમાં એક ગાડીએ રસ્તા પર સૂતેલા 5ને કૂચડ્યા

મુંબઇમાં એક ગાડીએ રસ્તા પર સૂતેલા 5ને કૂચડ્યા

મુંબઇમાં ગુરુવારે રાતે એક સ્પીડમાં આવતી કારે રસ્તા પર સૂતા પાંચ લોકોને કૂચડી નાંખ્યા જેમાં ચાર મહિલાઓ અને એક બાળક પણ હતા. જેમને નજીકના હોસ્પિટલમાં લઇ જવાયા છે. આ ધટના પર કાર ચાલક ભાગી ગયો હતો. નોંધનીય છે કે આ એક મર્સિડીઝ લકઝરી કાર હતી.

મુંબઇમાં કિન્નરો ચલાવશે ગાડી બનશે આત્મનિર્ભર

મુંબઇમાં કિન્નરો ચલાવશે ગાડી બનશે આત્મનિર્ભર

મુંબઇમાં જલ્દી જ કિન્નર પ્રાઇવેટ ટેક્સી ચલાવતા નજરે પડશે. પ્રોજેક્ટ વિંગ્સ ટ્રાવેલ અને સંગઠન હમસફર ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ યોજનાથી લગભગ 300 જેટલા કિન્નરોને ગાડી ચલાવવા માટે શિક્ષિત કરવામાં આવશે.

દુનિયાના શ્રેષ્ઠ દેશોમાં ભારત 22માં નંબરે

દુનિયાના શ્રેષ્ઠ દેશોમાં ભારત 22માં નંબરે

દાવોસમાં વિશ્વ આર્થિક વાર્ષિક શિખર સંમેલનમાં દુનિયાના સૌથી સારા દેશોની સૂચી જાહેર કરવામાં આવી હતી. જેમાં ભારતને 22મો નંબર આપવામાં આવ્યો છે. અને ટોપની પોઝિશનમાં જર્મનીનો નંબર આવ્યો છે. તો અમેરિકા ચોથા નંબરે છે.

રોહિત આત્મહત્યા મામલે કોંગ્રેસ કરશે પ્રોટેસ્ટ

રોહિત આત્મહત્યા મામલે કોંગ્રેસ કરશે પ્રોટેસ્ટ

રોહિત વેમુલા આત્મહત્યા કેસમાં કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીના રાજીનામાની માંગ કરી છે. અને આજે દિલ્હીના એનએસયૂઆઇના કાર્યકર્તા દિલ્હીમાં પ્રોટેસ્ટ માર્ચ કરશે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ સામેલ થશે.

સુરતમાં પ્રવાસી મૃતકોના અંતિમસંસ્કાર, ગમગીનીનો માહોલ

સુરતમાં પ્રવાસી મૃતકોના અંતિમસંસ્કાર, ગમગીનીનો માહોલ

કેશોદ નજીક સુરતની શાળાની પ્રવાસની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં પાંચના મોત થતાં. આજે ચાર મૃતકોને સુરત લાવવામાં આવ્યા હતાં. અને તેમનો અંતિમ સંસ્કાર વરિયાવ ખાતે કરવામાં આવ્યો હતો. આ સમયે માહોલ અતિશય ગમગીની ભર્યો બની ગયો હતો. પરિવારજનોના આક્રંદને કારણે અન્ય સ્થાનિકો પણ ક્ષુબ્ધ બની ગયા હતા.

આસારામ આશ્રમમાંથી ગુમ થયેલ બાળક પરત મળ્યો

આસારામ આશ્રમમાંથી ગુમ થયેલ બાળક પરત મળ્યો

આસારામના આશ્રમમાંથી ગત રોજ આઠ વર્ષનો બાળક અમિત ગુમ થયો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બાળક ગુમ થતા જ તેના પરિવારજનો મનમાં દીપેશ અભિષેકના ગુમ થયાની ઘટના અને તેમના મોતની ઘટનાના બનાવને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું. મૂળ ઉત્તર પ્રદેશનો અમિત તેની માતા સાથે આશ્રમમાં અનુષ્ઠાન માટે આવ્યો હતો. જોકે પોલીસે તપાસ હાથ ધરતા બાળક પાલડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. અમિત મળી જતા તેના પરિવારજનો તથા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

હાર્દિક પટેલ સામે મેટ્રો કોર્ટમાં 2700 પાનાની ચાર્જશીટ થઈ રજૂ

હાર્દિક પટેલ સામે મેટ્રો કોર્ટમાં 2700 પાનાની ચાર્જશીટ થઈ રજૂ

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની સામે તાજેતરમાં મેટ્રો કોર્ટમાં 2700 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.. 25 ઓગસ્ટ,2015 ના રોજ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલીના દિવસે જાહેર સંપત્તિને જે નુકસાન પહોંચ્યુ, તે તમામ નુકસાનના આંકડાઓ આ ચાર્જશીટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. ચાર્જશીટમાં હાર્દિક સામે આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે તેણે સરકારને ડગમગાવવાનું કાવતરું ઘડ્યુ હતું. હાર્દિકનો વોઇસ સેટોગ્રાફિક ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X