Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુભાષ ચંદ્ર બોઝથી જોડાયેલી 100 સીક્રેટ ફાઇલો કરી સાર્વજનિક

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુભાષ ચંદ્ર બોઝથી જોડાયેલી 100 સીક્રેટ ફાઇલો મોદી કરી સાર્વજનિક

સુભાષ ચંદ્ર બોઝથી જોડાયેલી 100 સીક્રેટ ફાઇલો મોદી કરી સાર્વજનિક

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મોતની સાથે જોડાયેલા રહસ્યોની ફાઇલને આજે સાર્વજનિક કરવામાં આવી છે. નેતાજી સાથે સંકળાયેલી લગભગ 100 ફાઇલોને સાર્વજનિક કરવામાં આવી છે. netajipapers.gov.in દ્વારા તમે પણ ઓનલાઇન આ ફાઇલોને જોઇ શકો છો. તેમાં ઓરિજનલ ફાઇલ્સના સ્કેનને અપલોડ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ આર્કાઇવ સેન્ટરથી નેતાજી સાથે જોડાયેલી ફાઇલોનું ડિઝિટલ વર્જન લોન્ચ કર્યું છે.

પઠાણકોટ હુમલો NIA આપી એસપી સલવિંદર સિંહને ક્લિન ચીટ

પઠાણકોટ હુમલો NIA આપી એસપી સલવિંદર સિંહને ક્લિન ચીટ

પઠાણકોટ એરબેઝ હુમલામાં સંદિગ્ધ ગુરદાસપુરના તત્કાલીન એસપી સલવિંદર સિંહ પોલિગ્રાફ ટેસ્ટમાં પાસ થઇ ગયા છે. વધુમાં આ અંગે તપાસ કરી રહેલી NIA પણ તેમને આ મામલે ક્લીન ચીટ આપી દીધી છે. સુત્રોનું માનીએ તો લાઇવ ડિટેક્ટીવ સમેત અન્ય વૈજ્ઞાનિક તપાસમાં સલવિંદર સિંહની સામે કંઇ પણ અયોગ્ય કે શંકાસ્પદ વસ્તુ નથી મળી.

અમિતશાહની બન્યા સોમનાથના મંદિરના નવા ટ્રસ્ટી

અમિતશાહની બન્યા સોમનાથના મંદિરના નવા ટ્રસ્ટી

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને મળેલી મીટિંગમાં ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલને ફરી ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. તથા ટ્રસ્ટી મંડળમાં ખાલી પડેલી બે ટ્રસ્ટીઓની જગ્યામાંથી એક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહની નિમણૂક કરવામાં આવી છે.

આનંદીબેન અને અમિત શાહ દિલ્હીમાં કરશે મોદી જોડે બેઠક

આનંદીબેન અને અમિત શાહ દિલ્હીમાં કરશે મોદી જોડે બેઠક

મુખ્યમંત્રી આનંદીબેન અને અમિત શાહ સમેત પ્રદેશના નેતાઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે બે દિવસની બેઠક કરશે. જેમાં હાર્દિક પટેલથી લઇને રાજ્યના નવા ભાજપ પ્રમુખ જેવા અનેક પ્રશ્નોને નરેન્દ્ર મોદીની હાજરીમાં ચર્ચવામાં આવશે.

6 શહેરોની 12 જગ્યાઓ પર NIAની પડી રેડ પકડ્યા 8 સંદિગ્ધને

6 શહેરોની 12 જગ્યાઓ પર NIAની પડી રેડ પકડ્યા 8 સંદિગ્ધને

ગણતંત્ર દિવસ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મોટી સંખ્યામાં દેશના અલગ અલગ શહેરોમાં છાપા મારી અનેક સંદિગ્ધ લોકોની ધરપકડ કરી રહી છે. અત્યાર સુધી એનઆઇએ એ 8 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી અન્ય લોકોની પણ ભાળ મળી છે. વધુમાં આ માટે તેને અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA તરફથી પણ મદદ મળી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X