કોંગ્રેસ સાંસદે પાડ્યો ફોટો તો ભડકી ઉઠી જયા બચ્ચન

jaya bachchan
નવી દિલ્હી, 21 માર્ચ: કેન્દ્રમાં બેસેલી કોંગ્રેસ સરકારને તેમના પોતાના જ મંત્રી અને સાંસદ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જયા બચ્ચનનો મોબાઇલમાં ફોટો પાડી લીધો અને કોંગ્રેસી નેતા ધર્મસંકટમાં મૂકાઇ ગયા.

એક બાજુ કેન્દ્રીય સ્ટીલમંત્રી બેની પ્રસાદ દ્વારા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પર કરેલી ટીપ્પણી પણ પાર્ટી પ્રમુખને મનાવવામાં લાગી છે. જ્યારે બીજી બાજું રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચનનો પરવાનગી વગર ફોટો પાડવાનો કિસ્સો સામે આવ્યો છે.

રાજ્યસભામાં અભિનેત્રી અને સપા સાંસદ જયા બચ્ચન પોતાનો ફોટો પાડવાના કારણે નારાજ થઇ ગયા હતા. ઝારખંડના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પ્રદીપ બાલમૂચૂએ તેમનો ફોટો મોબાઇલમાં પાડી લીધો હતો. જયા બચ્ચને આ અંગેની ફરિયાદ કરી તો બાલમૂચૂને ફોટો ડિલીટ કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X