કથની અને કરમાં આટલો ફરક? ગાયના ચામડામાંથી બનેલી બેગને લઈને લોકોએ જયા કિશોરીને આડે હાથ લીધી
કૃષ્ણ ભક્તિની વાતો કરીને લોકોના ખિસ્સા ખાલી કરનારી જયા કિશોરી આ દિવસોમાં સોશિમય મીડિયા પર લોકોના નિશાને ચડી છે.
ભાષણોમાં મોહ માયાથી દુર રહેવાની સલાહ આપનારી જયા કિશોરી હાલમાં જ 2 લાખથી વધુની કિંમતની બેગ સાથે કેમેરામાં કેદ થઈ હતી.

આ વીડિયો સામે આવ્યા બાદ મોટો હંગામો સર્જાયો છે. જયા કિશોરી ડિયોરની લક્ઝરી બેગ સાથે જોવા મળી હતી. ડિયોરની વેબસાઈટ અનુસાર, આ બેગ કોટન અને વાછરડાની ચામડીથી બનેલી હોય છે.
જયા ડિયોરની કસ્ટમાઈઝ્ડ બેગ સાથે જોવા મળી હતી, જેની કિંમત 2,10,000 રૂપિયા છે. આ બેગને લઈને મોટા વિવાદનું કારણ તેની બનાવટ અને બ્રાન્ડ છે. આ બેગ બનાવવામાં ગાયની ચામડીનો ઉપયોગ કરવામાં આવે છે.
Jaya Kishori Bag Controversyઆ સ્થિતિમાં લોકો કહે છે કે કૃષ્ણની ભક્તિનો ઉપદેશ આપતી જયા ગાયના ચામડાની આટલી મોંઘી બેગનો ઉપયોગ કેમ કરી રહી છે. જ્યારે તે પોતે સાદગી સાથે જીવવાનો ઉપદેશ આપે છે.
જણાવી દઈએ કે જયા કિશોરી તેની કથા માટે 9,00,000 રૂપિયા સુધી ચાર્જ લે છે, જેમાંથી 4,50,000 રૂપિયા કથા પહેલા અને બાકીની રકમ કથા પછી વસુલે છે.












Click it and Unblock the Notifications
