હેટ્રીક બદલ મોદીને આપ્યા અમિતાભ-જયલલિતાએ અભિનંદન

amitabh bachchan
ચેન્નાઇ, 20 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સરકાર બનાવવા જઇ રહી છે. તેવામાં તામિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતા અને અમિતાભ બચ્ચને ગુરૂવારે ગુજરાતના મુખ્યમંત્રીને હેટ્રીક માટે અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતમાં મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી એકવાર ફરી સત્તા બનાવવા જઇ રહી છે. જયલલિતાએ પત્રકારોને જણાવ્યું કે તેમણે મોદીને ટેલિફોન કરીને તેમની શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ તેમની શુભકામના માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસડર અને બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચને પણ ગુજરાતમાં ફરી સરકાર બનાવવા બદલ નરેન્દ્ર મોદીને અને તેમના પક્ષને અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ જંઘી બહુમતથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપે આ વખતે 115 બેઠકો અને કોંગ્રેસના ફાળે 61 બેઠકો આવી છે. જ્યારે જીપીપીના ફાળે 2 અને અને અન્યના ફાળે 4 બેઠક આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X