For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે જયલલિતાએ કરી રેપિસ્ટને નપુંસક બનાવવાની માંગ

|
Google Oneindia Gujarati News

jayalalithaa
ચેન્નાઇ, 1 જાન્યુઆરી: તમિલનાડૂની મુખ્યમંત્રી જયલલિતાએ પણ હવે બળાત્કારીઓ સામે કડક પગલા ભરવાની હિમાયત કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં જયલલિતાએ જણાવ્યું કે બળાત્કારીઓને કાયદા અંતર્ગત રાસાયણિક રીતે નપુંસક બનાવી દેવા જોઇએ.

તમિલનાડૂની મુખ્યમંત્રી જયલલિતાએ બળાત્કારને લઇને સખત સજાની હિમાયત કરતા કહ્યું કે તેમની સરકાર કેન્દ્રને કાયદામાં જરૂરી ફેરફાર કરવાનો આગ્રહ કરશે. કારણ કે આવા ગૂનાઓમાં સંડોવાયેલા લોકોને મૃત્યુદંડ અથવા તો અન્ય રાસાયણનો ઉપયોગ કરી નપુંસક બનાવી દેવાની સજા કરવામાં આવે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારને આગ્રહ કરવામાં આવશે કે બળાત્કારના મામલામાં શામેલ લોકોને મોત અને રસાયણ પ્રક્રિયા દ્વારા નપુંસક બનાવવાની સજા આપવાના કાનૂનમાં સંશોધન કરવામાં આવે. તેમણે કહ્યું કે રાજ્યમાં ગુંડા એક્ટને સંશોધિત કરવા અને ત્વરિત મહિલા કોર્ટ સ્થાપિત કરવા માટેના પગલા ભરવામાં આવશે.

જયલલિતાએ કહ્યું કે દરેક સરકારી ઇમારતોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કારણ કે સ્ત્રીઓની છેડછાડ કરનારાઓની સરળતાથી ઓળખ થઇ શકે અને તેમને કડકમાં કડક સજા થઇ શકે.

આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા વૈંકયા નાયડૂએ પણ બળાત્કારના આરોપીઓને સજારૂપે ફાંસીની સજા અથવા નપૂંસક બનાવી દેવાની સજા આપવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની અધ્યક્ષામાં સંસદમાં સબક શીખવાડવા માટે આવી સજાને પ્રાવધાનમાં લાવવાનો પ્રસ્તાવ ગૃહમંત્રાલયને સોંપવામાં આવ્યો છે. આ સમિતિની બેઠક હવે 4 જાન્યુઆરીના રોજ મળનારી છે.

English summary
Jayalalithaa demands chemical castration, death for rapists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X