For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દીને દેશની ભાષા બનાવવાની ચર્ચા વચ્ચે જયરામ રમેશનું મોટું નિવેદન

હિન્દીને દેશની ભાષા બનાવવાની ચર્ચા વચ્ચે જયરામ રમેશનું મોટું નિવેદન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહે જેવી રીતે એક ભાષાને ભારતની ઓળખ બનાવવાની વાત કહી હતી, તેની વિપક્ષી દળો ભારે ટીકા કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે શાહ પર હુમલો બોલતા કહ્યું કે આ ક્યારેય નહિ થઈ શકે. તેમણે કહ્યું કે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરૂ પર રોજ પ્રહાર થાય છે, તેમની વિરાસત ઘટાડવાના પ્રયત્નો થાય છે, પરંતુ જો તેમના વિચારોને ભૂલાવી દેવામાં આવ્યા તો ભારતની પરિકલ્પના હંમેશા માટે મરી જશે.

jairam ramesh

જયરામ રમેશે કહ્યું કે આપણી પાસે વન નેશન વન ટેક્સ હોય શકે છે, પરંતુ દેશની એક ભાષા આ ક્યારેય ન હોય શકે. આપણે એક રાષ્ટ્ર છીએ પરંતુ તેની કેટલીય ભાષા છે, આપણે એક દેશમાં કેટલાય દેશ છીએ. તેમણે કહ્યું કે મેં એક મિનટમાં ત્રણ ભાષાઓમાં વાત કરી, આ માત્ર લોકોને એક સંદેશ આપવા માટે કર્યું છે. એક રાષ્ટ્ર, એક ટેક્સ, એક ચૂંટણી હોય શકે છે, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં એક દેશ એક સંસ્કૃતિ, એક દેશ એક ભાષા ન થઈ શકે.

જણાવી દઈએ કે અમિત શાહે કહ્યું હતું કે હિન્દી ભાષાને એક સૂત્રમાં બાંધવાની સફળતા છે. દેશમાં એક ભાષાની જરૂરત છે જો કે દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. હિન્દી દિવસના મોકા પર અમિત શાહે કહ્યું કે હિન્દી વધુ બોલાતી ભાષા છે અને આ દેશને એક સૂત્રમાં બાંધી શકે છે. એટલું જ નહિ અમિત શાહે અપીલ કરી કે હિ્નદીને પ્રાથમિક ભાષા બનાવવામાં આવી શકે છે, તેમણે કહ્યું કે આ જરૂરી છે કે કોઈ ભાષા દેશનું પ્રતિનિધિત્વ કરે.

અમિત શાહે કહ્યું કે ભારત તેમની ભાષાઓનો દેશ છે, દરેક ભાષાનું પોતાનું મહત્વ છે, પરંતુ આ બહુ જરૂરી છે કે કોઈ એક ભાષા હોવી જોઈએ જે દુનિયામાં દેશનું પ્રતિનિધિત્વ કરે. આજે કોઈ ભાષા છે જે દેશને એકજુટ કરે છે તો તે સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા છે. અમિત શાહે ટ્વીટ કરી હિન્દી ભાષાને દેશી ભાષા બનાવવા તરફ ઈશારો કર્યો. અમિત શાહે ટ્વીટ કરી લખ્યું, ભારત વિભિન્ન ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનું પોતાનું મહત્વ છે. પરંતુ આખા દેશની એક ભાષા હોવી અત્યંત આવશ્યક છે જે વિશ્વમાં ભારતની ઓળખ બને. આજે દેશને એકતાની ડોરમાં બાંધવાનું કામ જો કોઈ એક ભાષા કરી શકે તો તે સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા છે.

પીએમ મોદીના મેગા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે, વાઈટ હાઉસનું એલાનપીએમ મોદીના મેગા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે, વાઈટ હાઉસનું એલાન

English summary
jayram ramesh's statement on one nation on language
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X