ધોતીએ છોડ્યો મંચ પર મંત્રીનો સાથ
પટના બિહારના પરિવહન મંત્રી અને મુખ્યમંત્રી નિતિશ કુમારના ખાસમખાસ રમઇ રામની મંચ પર નીકળી ગઇ ધોતી. ભરી સભામાં ખૂલી થઇ ગઇ મંત્રી રમઇ રામની પોલ. મંત્રીજીએ, ધોતીને તો પડતી બચાવી લીધી પણ હાજર તમામ લોકોમાં થઇ ગઇ મંત્રીજીની રમૂજ.

વાત જાણે કે એમ થઇ કે પટનાના ગાંધી મૈદાનમાં જેડિયૂ બૂથ સ્થરના કાર્યકર્તાઓનું એક સંમેલન ચાલી રહ્યું હતું. જેમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતા હાજર હતા. આ રેલીને સંબોધિત કરવા જેવા જ પરિવહન મંત્રી રમઇ રામ ઊભા થયા કે તેમની ધોતી ખૂલી ગઇ. જો કે મંત્રીજીને ધોતી ખૂલ્યાની કોઇ ખબર, શરૂઆત તો થઇ નહીં, પણ જ્યારે પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ શરદ યાદવે તેમનું ધ્યાન દોર્યું ત્યારે મંત્રી, પોતાની બચેલી ઇજ્જત બચાવા પ્રયત્નશીલ થયા. જો કે ત્યાં સુધી તો હજાર તમામનાં દાંત બહાર આવી ગયા હતા અને મંત્રીજી શરમથી, થઇ ગયા હતા પાણી-પાણી.












Click it and Unblock the Notifications
