Bihar Elections: ટિકિટ ના મળવા પર JDUના ધારાસભ્ય દદન પહેલવાન નારાજ થયા
Bihar Elections: ટિકિટ ના મળવા પર JDUના ધારાસભ્ય દદન પહેલવાન નારાજ થયા
પટનાઃ ચૂંટણી બ્યૂગલ વાગતાં જ રાજનૈતિક ગલીઓમાં પારો ગરમી પર છે. સથે જ પહેલા ચરણમાં મતદાનને લઈ તમામ ઘટક દળો દ્વારા પોતાની રણનીતિ અંતર્ગત પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવી શરૂ કરી દેવામાં આવી છે. આ કડીમાં જ ડુમરાંવ વિધાનસભા ચૂંટણી ક્ષેત્રના સિટિંગ જદયૂ ધારાસભ્ય દદન પહેલવાનને પાર્ટી દ્વારા નજરઅંદાજ કરી પૂર્વ મહિલા આયોગ અધ્યક્ષ અંજુમ આરાને આ સીટના ઉમેદવાર ઘોષિત કરી દેવામાં આવ્યા છે.

જેનાથી નારાજ થઈ જદયૂ ધારાસભ્ય દદન પહેલવાન આજે ડુમરાંવ વિધાનસભા ક્ષેત્રથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન કરવાનું નક્કી કરી લીધું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉંડા ષડયંત્ર મુજબ મારી ટિકિટ કાપી લેવામાં આવી છે અને ડુમરાંવના કેટલાક લોકો મારું રાજનૈતિક કરિયર ખતમ કરવા મથી રહ્યા છે. પરંતુ આ વખતે અહીંની જનતા પોતાના આશિર્વાદ આપી મને જરૂર ચૂંટશે.
જણાવી દઈએ કે ચૂંટણી પંચે પ્રદેશમાં ચૂંટણીની તારીખનું એલાન પણ કરી દીધું છે. આ વખતેની ચૂંટણી ત્રણ તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે.












Click it and Unblock the Notifications
