For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોકરીઓને કિડનેપિંગ અને રેપથી બચાવશે જીન્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jeans
નવી દિલ્હી, 24 જૂન: દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચર્ચા ચાલી રહી ચે. રોજ નવા-નવા કેસ સામે આવે છે. નવી-નવી એપ્સ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવી રહી છે, પરંતુ મહિલાઓ વિરૂદ્ધ થનાર ગુનામાં કોઇ ઘટાડો આવી રહ્યો નથી. વારાણસીની બે છોકરીઓએ મહિલાની સુરક્ષાની દિશામાં નવી પહેલા કરતાં એક એવું જીન્સ તૈયાર કર્યું છે જેને પહેરીને તે પોતાને અપહરણથી બચાવી શકે છે.

એક સમાચારના અહેવાલ અનુસાર લહુરાબીરની રહેવાસી દીક્ષા પાઠક અને અંજલિ શ્રીવાસ્તવે મળીને એવું જીન્સ બનાવ્યું છે, જેમાં વૉકી ટૉકી ડિવાઇસ લાગેલ છે. કિડનેપિંગ કે છેડતીના સમયે તેનું બટન દબાવતાં જ પોલીસ હેલ્પલાઇન નંબર પર કૉલ જતો રહેશે. ત્યારબાદ સર્વિલેન્સની મદદથી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તેમની મદદ કરી શકે છે.

કોમ્યુટર સાયન્સની વિદ્યાર્થીનીએ દીક્ષા અને ઇલેક્ટ્રોનિક કોમ્યૂનિકેશનની વિદ્યાર્થીની અંજલિએ મળીને આ ખાસ પ્રકારનું જીન્સ તૈયાર કર્યું છે. આ બંનેની મહેનતથી તૈયારી આ સ્પેશિયલ જીન્સને બનાવવામાં ફક્ત 200 રૂપિયા લાગ્યા છે. બંને છોકરીઓને આ જીન્સમાં એક સેન્સર માઇક લગાવ્યું છે, તેની ફ્રિક્વેન્સી ખૂબ જ તેજ છે. તેની સર્કિટમાં મોબાઇલ ચિપ પણ લગાવવામાં આવી છે. આ ચિપમાં ઇમરજન્સી નંબર સેટ કરવામાં આવી શકે છે. મુસીબતના સમયે તેને દબાવતાં જ સંબંધિત વ્યક્તિને કૉલ જતો રહેશે.

જ્યાં સુધી કૉલ રિસિવ નહી કરે, ત્યાં સુધી વાઇબ્રેશન થતું રહેશે. એટલું જ નહી આ જીન્સમાં એક કેમેરો પણ લાગેલ છે જે ડિવાઇસની સ્વિચને ઓન કરતાં જ આરોપીનો વીડિયો બનવાનો શરૂ કરી દેશે અને અલગ-અલગ ફાઇલના માધ્યમથી ચિપમાં સેટ નંબરો પર પહોંચી જશે. ઓછી કિંમતવાળું આ જીન્સને વધુમાં વધુ ત્રણ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. જીન્સને તૈયાર થયા બાદ તેની ટેક્નોલોજી તપાસ કરી તેને જલદી બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી છે.

English summary
Varanasi Girls designed a jeans that will save girls from kidnapping and molestation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X