આતંકીઓના નિશાના પર યોગી-કેજરીવાલ અને સંઘ પ્રમુખ
આતંકીઓના નિશાના પર યોગી-કેજરીવાલ અને સંઘ પ્રમુખ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. યૂપીના શામલી અને ઉત્તરાખંડના રૂકડી રેલસે સ્ટેશનો પર મળેલ બે અલગ-અલગ ચિઠ્ઠી દ્વારા ધમકી આપવામાં આવી છે. આની પાછળ પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઢન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આતંકીઓની ધમકી
જૈશ એ મોહમ્મદનો કથિત ધમકીભર્યો પત્ર મળ્યા બાદ યૂપીમાં સર્ચ અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. આ ચિઠ્ઠિઓમાં હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હી તથા યૂપીના રેલવે સ્ટેશનો અને મંદિરોમાં બોમ્બ ધમાકાથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. જ્યારે કાશિના પ્રસિદ્ધ વિશ્વનાથ મંદિર અને અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

રેલવે સ્ટેશન અને મંદિર ઉડાડવાની ધમકી
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશક ઓપી સિંહે પુષ્ટિ કરી છે કે બંને પત્ર હસ્તલિખિત હતા અને બંને પત્ર રેલવે સ્ટેશનેથી મળ્યા હતા. આ ચિઠ્ઠી 21 એપ્રિલે JeMના રોજ એરિયા કમાન્ડર દ્વારા લખવામાં આવવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયાની અંદર આ પ્રકારની આ બીજી ઘટના છે. 19 એપ્રિલે રેલવેના વરિષ્ઠ અધિકારીઓને એક પત્ર મળ્યો હતો, જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાય રેલવે સ્ટેશનોને ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. આ પત્ર હિન્દીમાં લખેલ હતો.

જૈશની કથિત ચિઠ્ઠી મળી
હાલ સુરક્ષા એજન્સીઓ આ પત્રોની તપાસ કરી રહી છે. જૈશ એ મોહમ્મદની રેલવે સ્ટેશનોને ઉડાવવાની ધમકી ભર્યા પત્ર મળ્યા બાદ તમામ સ્ટેશનો પર પોલીસ ચેકિંગ અભિયાન ચલાવવાાં આવી રહ્યું છે. જગ્યાએ જગ્યાએ પોલીસે ડૉગ સ્ક્વૉડ અને બોમ્બ નિરોધક દળની ટીમ સાથે ચેકિંગ કર્યું. મેરઠમાં આ દરમિયાન એસપી સિટીથી લઈ અન્ય પ્રશાસનિક અધિકારી દળ-બળની સાથે ભ્રમણ કરતા રહ્યા.












Click it and Unblock the Notifications
