For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીએ ભાજપને બરબાદ કરી નાંખ્યું છેઃ જેઠમલાણી

By Super
|
Google Oneindia Gujarati News

ram jethmalani
નવીદિલ્હી, 27 નવેમ્બર: ઘણા મુદ્દાઓ પર પક્ષને શરમજનક અવસ્થામાં મુકનાર રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે તેમની પાસે સમય નથી. તેમણે ભાજપને એક પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે પાર્ટીને બરબાદીના માર્ગ પર લઇ જવા માટે ગડકરી જવાબદાર છે. સરકાર દ્વારા નવા સીબીઆઇ ડિરેક્ટરની નિયુક્તિ પર સુષ્મા સ્વરાજ અને જેટલીની આપત્તિને પણ તેમણે અયોગ્ય ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે, નવા સીબીઆઇ ડિરેક્ટરની નિયુક્તિ પર કરવામાં આવેલો વિવાદ પાયાવિહોણો અને ખોટો છે. નોંધનીય છે કે સોમવારે ભાજપની સંસદીય બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું છે કે કારણ દર્શાવો નોટીસ થકી તેમને પૂછવામાં આવે કે છ વર્ષ માટે પાર્ટી શા માટે તેમને નિષ્કાસિત ના કરે.

આ નોટીસના જવાબ આપવા માટે જેઠમલાણીને દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સંઘે પણ ભાજપને સંદેશ આપ્યો હતો કે હવે મોડું કર્યા વગર જેઠમલાણી મામલે નિવેડો લાવવો જોઇએ, જ્યારે જેઠમલાણીએ કહ્યું કે તેમને જરા પર ચિંતા નથીકે પાર્ટી શું નિર્ણય લેશે.

આમ તો જેઠમલાણી પાર્ટીના દરેક અનુશાસનને તોડતા રહ્યાં છે, પરંતુ ભાજપ માટે તે ત્યારે અસહ્ય થઇ ગયા જ્યારે તેમણે સીબીઆઇ નિદેશકની નિયુક્તિની પાર્ટીના બે ટોચના નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પર પ્રશ્નો ખડા કર્યા. લોકસભા અને રાજ્યસભામાં નેતા સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને તાજેતરમાં કરવામાં આવેલી નિદેશકની નિયુક્તિ રોકવાનો આગ્રહ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ નિયુક્તિ કોલેજિયમથી હોવી જોઇએ. જેઠમલાણીએ તેનો વિરોધ કર્યો અને સીબીઆઇ નિદેશક પદ પર રંજીદ સિન્હાની નિયુક્તિને યોગ્ય ઠેરવી હતી.

આ પહેલા પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીના રાજીનામાની તેઓ માંગ કરી ચુક્યા છે. ત્યાર બાદ યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હા પણ ગડકરી વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યા છે, પરંતુ બેઠક પર તેમના અંગે કોઇ ચર્ચા ના થઇ. રવિવારે જેઠમલાણીને પાર્ટીના સભ્ય પરથી નિલંબિત કરી દેવામાં આવ્યા હતા. તેના પર મહોર લગાવવા માટે સોમવારે થયેલી સંસદીય બોર્ડની બેઠક પહેલા જ સંઘ અને ભાજપ વચ્ચે કડી બનેલા સુરેશ સોનીએ કેટલાક નેતાઓને ફોન કર્યા હતા. તેમણે પણ જેઠમલાણી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી હતી.

English summary
Terming his suspension from the BJP as "ultravires, Ram Jethmalani today mounted a fresh attack on the party leadership accusing Nitin Gadkari of treading on the path of suicide and dragging the party with him. In a strongly worded letter to Gadkari, Jethmalani also alluded to the alleged role played by Arun Jaitley in the CBI director appointment row.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X