For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના મંત્રી ઉમા ભારતીને ચઢ્યો સત્તાનો નશો રોકાવી ટ્રેનને

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને સત્તામાં આવ્યાને સારો એવો સમય થઇ ગયો છે. અને હવે ધીરે ધીરે મોદીના આ મંત્રીઓ તેમનો સરકારી રૂઆબ બતાવી રહ્યા છે.

uma bharti

વાત જાણે એમ થઇ કે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી ઉમા ભારતી 8 માર્ચે ગોંડવાના એક્સપ્રેસથી મુસાફરી કરવાના હતા. પણ મંત્રીજી ટ્રેન પકડવા માટે સમયસર ઝાંસી સ્ટેશન પર પહોંચ્યા નહીં. ચા કરતા કિટલી ગરમ જેવી આ સ્થિતિમાં ઉમાજીના સમર્થકોએ મેડમજી આવે ના ત્યાં સુધી ટ્રેનને ચાલુ જ ના થવા દીધી. ટ્રેન ચાલુ થતા જ તેમને ટ્રેનની ચેન ખેંચી ટ્રેન ઉભી રાખી દિધી.

ઉમાના સમર્થકોએ ત્રણ વાર ટ્રેન ખેંચી ગાડીને રોકી અને ત્યારબાદ જ્યારે ઉમાજી આવ્યા ત્યારે જ ટ્રેન આગળ વધી શકી. ત્યારે મંત્રીજીની રાહમાં મુસાફરોને જે અગવડતા થઇ તે વધારાની. વધુમાં આ વાતની પુષ્ટિ ખુદ રેલ પ્રબંધક પણ કરી કે ચેન પુલિંગ ઉમા ભારતીના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના કારણે જ ટ્રેન લેટ થઇ.

English summary
In a blatant misuse of power, supporters of Union Minister for Water Resources Uma Bharti allegedly stopped a train as she was running late. The incident took place at the Jhansi railway station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X