ઝારખંડમાં લોજપાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, ચિરાગ પાસવાને બોલવામાં કંઈ બાકી ન રાખ્યું
Jharkhand Assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 ચાલુ વર્ષના અંત યોજાય તેવી શક્યતા છે. આ વચ્ચે તમામ રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે. નેતાઓ આક્ષેપ લગાવીને બ્લેમ ગેમ રમી રહ્યા છે.
લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ઝારખંડના ધનબાદ શહેરમાં જન આક્રોશ રેલીમાં સંબોધન કર્યું હતું.
કોયલા નગર ખાતે આવેલા નહેરુ સ્પોર્ટ્સ કોમ્પ્લક્ષ ખાતે ઈન્ડિયા ગઠબંધનની હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ જન આક્રોશ રેલીમાં સંબોધન કરતા સમયે ચિરાગ પાસવાને હેમંત સોરેન સરકારને ઝારખંડની દુર્દશા માટે સરકારને જવાબદાર ગણાવી હતી. આ સાથે તેમના પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, રાજ્યની ખનીજ સંપત્તિ સમૃદ્ધ હોવા છતાં વર્તમાન સરકાર દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓને હતાશા અને પછાતપણા તરફ ધકેલી દેવામાં આવી છે.

ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, શાસનના દ્રષ્ટિકોણથી, રાજ્યમાં ભ્રષ્ટાચાર, વહીવટી અયોગ્યતા અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ હાલમાં ઝારખંડના સર્વાંગી વિકાસમાં સૌથી મોટા અવરોધો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ખુદ ભ્રષ્ટાચારના ગંભીર આરોપમાં જેલમાં રહીને આવ્યા છે, અને હજુ પણ જામીન પર બહાર છે. ત્યાંની સરકાર પાસેથી આવી અપેક્ષા કેવી રીતે રાખવી?
રાષ્ટ્રીય જનશક્તિ પાર્ટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ઝારખંડમાં રોજગારીની તકો વધારવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવા, પ્રવાસન સ્થળોએ વિશ્વસ્તરીય સુવિધાઓ વધારવા અને કૃષિ ક્ષેત્રને સુધારવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભારતના કોલ કેપિટલ તરીકે ઓળખાતા ધનબાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ મૂકવામાં આવશે.
ઝારખંડ પોતાના ખનિજ સંસાધનો દ્વારા રાજ્યના નવા અસરકારક અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઝારખંડને આર્થિક વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધારી શકાય.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, મારા પિતા અને લોજપા નેતા રામવિલાસ પાસવાનનું સ્વપ્ન ઝારખંડને એક અગ્રણી રાજ્ય બનાવવાનું હતું, જેના માટે હું અને લોકજનશક્તિ પાર્ટી સંકલ્પબદ્ધ છીએ.
LJP (રામ વિલાસ) તેની શરૂઆતથી જ ઝારખંડના તમામ 24 જિલ્લાઓમાં મજબૂત સ્થિતિમાં છે. એલજેપી સુપ્રીમોએ રામવિલાસ જી દ્વારા રચાયેલી દલિત સેના અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના તમામ કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે ચિરાગ પાસવાને જણાવ્યું છે.
ઝારખંડ સરકાર દ્વારા આયોજિત કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક કાર્યક્ષમતા કસોટી દરમિયાન સરકારી ગેરવહીવટના કારણે 16 યુવાનોના મોત માટે ચિરાગ પાસવાને હેમંત સોરેન સરકારને જવાબદાર ઠેરવી છે.
ઉલ્લેખનીય છે કે. આ જન આક્રોશ રેલી દરમિયાન એલજેપી (આરએ) પ્રમુખે જાહેર સભામાં 16 મૃત યુવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, ઝારખંડના લોકો હેમંત સરકારને જવાબ આપશે, જેણે 16 ઘરો ઉજાળી નાખ્યા. ટૂંક સમયમાં જ અમે કેન્દ્ર સરકાર સમક્ષ ઝરિયામાં વિસ્થાપન અને પુનર્વસનનો મુદ્દો મજબૂત રીતે ઉઠાવવા પર કામ કરીશું.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, ધનબાદ જિલ્લામાં, કેન્દ્ર સરકાર પાસેથી પ્રાપ્ત થતી આવકનો મોટો ભાગ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) દ્વારા પ્રાપ્ત થાય છે.












Click it and Unblock the Notifications
