Jharkhand Assembly Election 2024: ઝારખંડ મુક્તિ મોરચાએ કર્યું મોટું એલાન, જાણો કોંગ્રેસ સાથે શું પડ્યો વાંધો?
Jharkhand Assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થાઈ શકે છે. આ વચ્ચે ઝારખંડમાં રાજકીય ગમરમાવો જોવા મળી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું હતું. જે સામે ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા મૈનિયા સમ્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વચ્ચે ઝારખંડમાં સત્તા પક્ષ પર ઇન્ડિયા ગઠબંધન છે. ભાજપ હેમંત સોરેન સામે જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. તો સામે સાથે પક્ષ કોંગ્રેસ ઝારખંડ મુક્તિ મોરચાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તેમની વચ્ચે મુખ્યમંત્રી પદ અને બેઠકોની વહેંચણીના કારણે ખેંચતાણ ચાલી રહી છે.
ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને કોંગ્રેસની અંદર સીટની વહેંચણી અને મુખ્યમંત્રી પદને કારણે જંગ છેડાઈ ગઈ છે. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીરે પોતાના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઝારખંડમાં રોટેશનલ મુખ્યમંત્રી પણ હોઈ શકે છે.
ગુલામ અહેમદ મીરે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં અમારો ટાર્ગેટ 30 થી 40 સીટો જીતવાનો છે. જો અમે આટલી બેઠકો જીતવામાં સફળ રહીશું તો રાજ્યમાં રોટેશનના આધારે મુખ્યમંત્રી બનાવવાની વાત થઈ શકે છે. અમે ચોક્કસપણે અમારા પોતાના મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરીશું.

કોંગ્રેસના આ નિવેદન પર હવે JMMમાં રોષ જોવા મળી રહ્યો છે. જેએમએમએ કોંગ્રેસ પાર્ટીને ધમકી આપી છે કે, જો ગઠબંધનના સાથી પક્ષો દ્વારા હેમંત સોરેનના નેતૃત્વ પર કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, તો પાર્ટી તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડી શકે છે.
કોંગ્રેસના નિવેદન બાદ ઝારખંડ મુક્તિ મોરચાએ જણાવ્યું છે કે, તે રાજ્યની તમામ 81 વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા સક્ષમ છે. જેએમએમના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ રોટેશનલ મુખ્યમંત્રીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.
ઝારખંડ મુક્તિ મોરચાના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ સ્પષ્ટ કર્યું હતું કે, જેઓએમએમના નેતૃત્વમાં ઝારખંડની ચૂંટણી લડવા માટે સહમત છે, તેમનું સ્વાગત છે, અન્યથા ઝારખંડ મુક્તિ મોરચા ઝારખંડની તમામ 81 બેઠકો પર ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઝારખંડ મુક્તિ મોરચાએ કોંગ્રેસને ગઠબંધન ધર્મની યાદ અપાવી અને ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનના તમામ ઘટકોએ તેનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમારા દ્વારા કરવામાં આવેલા કામના આધારે, અમારા સંગઠનમાં ઘણું દબાણ છે કે, જેએમએમએ તમામ 81 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ, અને અમે તેના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
જો કોઈને કોઈ મૂંઝવણ હોય, તો તેણે 2009, 2014 અને 2019 પણ યાદ રાખવા જોઈએ. તેથી હું આ વિશે વધુ ટિપ્પણી નહીં કરું. અમે ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છીએ, અને અમારા નિવેદનો પણ એ જ તર્જ પર હોવા જોઈએ.'
સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, તેઓએ યાદ રાખવું જોઈએ કે, જેએમએમએ તેમના માટે લોકસભામાં બેઠકો જીતી છે. વિધાનસભાની ચૂંટણી હેમંત સોરેનના નેતૃત્વમાં અને પાર્ટીના વડા શિબુ સોરેનના સિદ્ધાંતો પર લડવામાં આવશે.
ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યું કે જેઓએમએમનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે તેમનું સ્વાગત છે, અન્યથા તેઓ તમામ 81 બેઠકો પર એટલા મજબૂત છે કે જો તેઓ એકલા વિધાનસભાની ચૂંટણી લડશે તો તેઓ ઓછામાં ઓછી 55 બેઠકો જીતશે.
કોંગ્રેસ અને જેએમએમ વચ્ચેના આ વિવાદ પર છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે ભૂપેશ બઘેલને આ અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે તેની અવગણના કરી હતી.
ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રીય નેતૃત્વ સાથે જોડાયેલો મુદ્દો છે, તેઓ આ મુદ્દે કંઈ કહેવા માંગતા નથી.
ઉલ્લેખનીય છે કે, જો આપણે 2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ, તો જેએમએમ 30 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જ્યારે કોંગ્રેસે 16 સીટો જીતી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ઝારખંડ ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા શું હશે.












Click it and Unblock the Notifications
