Jharkhand assembly election 2024: રવિ કિશને કર્યા સોરેન પર આકરા પ્રહાર, કહ્યું - સરકાર બનવા દો તગેડી મૂકીશું
Jharkhand assembly election 2024: ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. આ વચ્ચે ઝારખંડમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશ ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરી મુદ્દે શાસક હેમંત સોરેન સરકારને ઘેરી રહી છે. ગોરખપુરના સાંસદ અને ફિલ્મ સ્ટાર રવિ કિશન આજે 25 સપ્ટેમ્બરના રોજ ભાજપની પરિવર્તન યાત્રામાં પલામુ પહોંચ્યા હતા.
રવિ કિશન પંકી વિધાનસભામાં ભાજપની પરિવર્તન યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે રાજ્યની હેમંત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
પરિવર્તન મહાસભાને સંબોધતા રવિ કિશને જણાવ્યું હતું કે, અસંખ્ય ઘૂસણખોરો અહીં આવી રહ્યા છે, ભાજપની સરકાર આવવા દો, અમે બધાને સરહદ પાર તગડી દઈશું.
રવિ કિશને જણાવ્યું હતું કે, ઝારખંડમાં ધર્મ પરિવર્તન દ્વારા આદિવાસી સમુદાયની સંખ્યા બદલવામાં આવી રહી છે. અસંખ્ય ઘૂસણખોરો અહીં આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ભાજપની સરકાર બન્યા બાદ ઘૂસણખોરોને ભગાડવામાં આવશે.

રવિ કિશને જણાવ્યું હતું કે, સમગ્ર ઝારખંડમાંથી નકામી અને કપટી સરકારને જડમૂળથી ઉખેડી નાખવાનો માહોલ આ યાત્રામાં દેખાઈ રહ્યો છે. સત્તામાંથી આ ભ્રષ્ટ સરકારને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવી જોઈએ.
ગોરખપૂરના સાંસદે જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓના સાચા શુભચિંતક છે. તેમણે એક આદિવાસી મહિલાને દેશની રાષ્ટ્રપતિ બનાવી છે. અમારી સરકાર ગરીબોની સરકાર છે, અમે દેશના ગરીબોને ઘર આપવાનું કામ કર્યું છે. પરંતુ અહીંની હેમંત સરકાર માત્ર ગરીબોના પૈસા લૂંટી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની પરિવર્તન યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 20 સપ્ટેમ્બરે ભાજપની પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
પરિવર્તન યાત્રા ઝારખંડના 81 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. અહેવાલ મુજબવડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે હજારીબાગમાં પરિવર્તન યાત્રાનું સમાપન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધીને પરિવર્તન રેલીનું સમાપન કરશે.
पूरे झारखंड से निकम्मी व मक्कार हेमंत सरकार को जड़ से उखाड़ फेकने एवं प्रदेश की जनता में उत्साह लाने आज परिवर्तन यात्रा के 6वें दिन माननीय सांसद श्री @ravikishann जी ने पलामू के पांकी में स्थित सिंचाई विभाग मैदान में आयोजित सभा को संबोधित किया।
— BJP JHARKHAND (@BJP4Jharkhand) September 25, 2024
इस दौरान विधायक श्री शशि भूषण… pic.twitter.com/WxkVUtxLYj












Click it and Unblock the Notifications
