Jharkhand assembly election 2024: બે ચરણમાં યોજાશે ઝારખંડ વિધાનસભા ચૂંટણી, જાણો મહત્વની તારીખો

Jharkhand assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે.

આ સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ મંગળવારે એટલે કે 15મી ઓક્ટોબરે વાગ્યું છે.

ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે બે તબક્કામાં એટલે કે 13 અને 20 નવેમ્બરના રોજ મતદાન થશે.

જ્યારે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકારનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 સુધીનો છે. રાજ્યમાં કુલ 81 બેઠકો છે. આવા સમયે, શાસક મહાગઠબંધનની કુલ બેઠકો 47 છે. જ્યારે એનડીએ પાસે કુલ 28 બેઠકો છે.

Jharkhand assembly election 2024

શાસક પક્ષ - મહાગઠબંધન

  • JMM - 27
  • કોંગ્રેસ - 18
  • આરજેડી - 01
  • CPI(M) - 01

વિપક્ષ - એનડીએ

  • ભાજપ - 24
  • AJSU - 03
  • NCP(AP) - 01

અન્ય પક્ષો

  • અપક્ષ - 02
  • અન્ય - 04

મહત્વપૂર્ણ તારીખો

પ્રથમ તબક્કો

  • 18 -25 ઓક્ટોબર : નામાંકન ભરી શકાશે
  • 28 ઓક્ટોબર : નામાંકનની ચકાસણી થશે
  • 30 ઓક્ટોબર : નામાંકન પરત ખેંચવાની તારીખ
  • 13 નવેમ્બર : મતદાન યોજાશે

બીજો તબક્કો

  • 22-29 ઓક્ટોબર : નામાંકન ભરી શકાશે
  • 30 ઓક્ટોબર: નામાંકનની ચકાસણી થશે
  • 1 નવેમ્બર : નામાંકન પરત ખેંચવાની તારીખ
  • 20 નવેમ્બર : મતદાન યોજાશે

પરિણામ :

  • 23 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે

એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર - તમામ મુખ્ય રાજકીય પક્ષોએ ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે કમર કસી લીધી છે.

આ વખતે ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે તેવી શક્યતા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે તમામ નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે મુખ્ય ટક્કર જોવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X