For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપત્તિજનક સ્થિતિમાં કપલ મળતા ભીડે હુમલો કર્યો, નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યા

ઝારખંડના દુમકામાં એક છોકરા-છોકરીને ગામલોકો દ્વારા બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા અને તેમને નિર્વસ્ત્ર કરીને તેમની પરેડ પણ કરાવવામાં આવી.

|
Google Oneindia Gujarati News

ઝારખંડના દુમકામાં એક છોકરા-છોકરીને ગામલોકો દ્વારા બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા અને તેમને નિર્વસ્ત્ર કરીને તેમની પરેડ પણ કરાવવામાં આવી. આ કપલ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યુ હતુ. બંનેને સરૈયાહા પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યા. દુમકાના એસપી વાયએસ રમેશે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ કે તપાસમાં અમને ઘટનાનો એક વીડિયો મળ્યો છે. બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈને ભીડે તેમની પર હુમલો કરી દીધો હતો.

police

તેમણે જણાવ્યુ કે પીડિત જોડાને સુરક્ષા આપવામાં આવી છે અને આરોપીઓને પોક્સો એક્ટ હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યુ કે આ કેસમાં તપાસ માટે એસડીઓએ ગામમાં એક કેમ્પ સેટ કર્યો છે જે હેઠળ વીડિયોમાં દેખાઈ રહેલ આરોપીઓ સામે એક્શન લેવામાં આવશે.

આ ઉપરાંત આ ગંભીર ઘટના પર ગામલોકોની પ્રતિક્રિયા વિશે રમેશે કહ્યુ કે છોકરો અને છોકરીને આ બધાથી બચાવવા માટે ગામલોકોએ આગળ આવવુ જોઈતુ હતુ કારણકે આ તેમની સામાજિક જવાબદારી છે. આ જ કારણ છે કે અમે તેમને એફઆઈઆર નોંધાવવા માટે કહ્યુ. જો કે આ સમગ્ર ઘટનાક્રમની પાછળનું કારણ હજુ સુધી માલુમ પડી શક્યુ નથી.

આ પણ વાંચોઃ Pics: રાંચીમાં 35000 લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ, કહ્યુઃ યોગને બનાવો જીવનનો ભાગઆ પણ વાંચોઃ Pics: રાંચીમાં 35000 લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ, કહ્યુઃ યોગને બનાવો જીવનનો ભાગ

English summary
jharkhand couple beaten, stripped and forced to parade around the village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X